GSTV

સરકારે લોન્ચ કર્યું Budget Mobile App, બે ભાષામાં મળશે બજેટને સંબંધિત તમામ માહિતી

બજેટ

આ વર્ષે બજેટ પુરી રીતે ડિજિટલ હશ, દર વર્ષની જેમ આ વર્ષ બજેટ છાપવામાં નહિ આવે. આજ હેઠળ નાણા મંત્રાલયમાં આયોજિત હળવા સેરેમની દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણએ “Union Budget Mobile App” લોન્ચ કર્યું. આ મોબાઈલ એપની મદદથી સાંસદ અને સામાન્ય જનતા બજેટના દસ્તાવેજો ઓનલાઇન એક્સેસ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ એપ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ છે. એની સાથે આ એપ પર બજેટની જાણકારી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી હશે. જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2021-21 માટે નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સરકારના વાર્ષિક ફેડરલ બજેટનું અનાવરણ કરશે જે 1 એપ્રિલથી પ્રભાવિત થશે.

Union Budget Mobile Appની ખાસ વાત

બજેટ
  • મોબાઈલ એપમાં 14 કેન્દ્રીય બજેટ ડોક્યુમેન્ટને પુરી રીતે એક્સેસ કરી શકાય છે, જેમાં એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ(બજેટના રૂપમાં ઓળખાય છે), ડિમાન્ડ ફોર ગ્રાન્ટ, ફાઇનાન્સ બિલ વગેરે સામેલ છે.
  • એપમાં ડાઉનલોડિંગ, પ્રિન્ટિંગ, સર્ચ, ઝૂમ ઈન આઉટ, બૈડાઈરેક્શનલ સ્ક્રોલ, કન્ટેન્ટ ટેબલ અને એક્સ્ટર્નલ લિંક વગેરે સાથે યુઝર્સ- ફ્રેન્ડલી ઇન્ટરસેફ આપવામાં આવ્યું છે.
  • આ એપમાં હિન્દી અને અંગ્રેજી બે ભાષા સાથે એન્ડ્રોઇડ અને આઇએસઓ બંને પર ઉપલબ્ધ છે.
  • એપને કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.inથી પણ ડાઉનલોડ કરી શકાય છે. એપને આર્થિક મામલાના વિભાગના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડેવલપ કરવાંમાં આવી છે.

Read also

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!