GSTV

Government Job / 12મા પછી સરકારી નોકરી કરવી છે તો આ 5 પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો

Last Updated on June 24, 2021 by Karan

મોટાભાગના વિદ્યાર્થીઓ 11માથી જ એવા સ્ટ્રીમની પસંદગી કરે છે, જેના દ્વારા તેઓ આગળ સરકારી નોકરી મેળવી શકે. 12મા પછી સરકારી નોકરી માટે ઘણા વિદ્યાર્થી પહેલાથી તૈયારીઓ શરૂ કરી દે છે, તેથી તમે અહી એવી ટોપ સરકારી નોકરીઓ અંગે જાણી શકો છો, જે 12મા પછી મળે છે. જો તમે 12મા પછી સરકારી નોકરી કરવા માંગો છો, તો આ પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. તેમા ડેટા એન્ટ્રી ઓપરેટર, રાજ્ય પોલીસ, ભારતીય સેના અને ભારતીય વાયુ સેના જેવી નોકરીઓ સામેલ છે.

  1. SSC કમ્બાઇન્ડ હાયર સેકન્ડ્રી લેવલ (CHSL)

સ્ટાફ સિલેક્શન કમીશન (SSC) વિભિન્ન પદો પર ઉમેદવારોની ભરતી માટે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ પરીક્ષાનું આયોજન કરે છે. તેના હેઠળ ઘણી પોસ્ટ આવે છે, જેમ કે ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), લોઅર ડિવીઝન ક્લાર્ક (LDC)/ જૂનિયર સેક્રેટેરિએટ આસિસ્ટન્ટ (JSA), પોસ્ટર આસિસ્ટન્ટ / સૉર્ટિંગ આસિસ્ટન્ટ (PA/SA), કોર્ટ ક્લાર્ક વગેરે. સરકારી મંત્રાલયોના વિભિન્ન વિભાગોના નેજા હેઠળ કામ કરતા કર્મચારીઓની ભરતી SSC પરીક્ષાઓના માધ્યમથી કરવામાં આવે છે. ઉપરની તમામ ભરતી માટે વય મર્યાદા 18થી 27 વર્ષ હોય છે. સેલરી 20 હજારથી 34 હજાર રૂપિયા સુધી આપવામાં આવે છે.

  1. રાજ્ય પોલીસ

12મા પછી વિભિન્ન રાજ્ય પોલીસની નોકરી કરવાની તક મળે છે. તેમા કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર અને આરક્ષિત સશસ્ત્ર પોલીસ જેવી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ પોલીસ સિવિલ કોન્સ્ટેબલ ભરતી, દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ, મહારાષ્ટ્ર પોલીસ કોન્સ્ટેબલમાં પગાર 20 હજાર રૂપિયા સુધી હોય છે.

  1. ઇન્ડિયન ડિફેન્સ

ભારતીય સેના, ભારતીય વાયુ સેના અને ભારતીય નૌકાદળ, આ ત્રણેય ભારતના સંરક્ષણ ક્ષેત્રની ત્રણ પાંખ છે. 10+2 પાસ વિદ્યાર્થીઓ આ માટે અરજી કરી શકે છે. આ સાથે તેમને સંબંધિત સશસ્ત્ર દળોમાં ભરતી કરવામાં આવે છે. કોઈપણ સ્ટ્રીમના ઉમેદવારો 10+2 પછી ભારતીય સેનામાં જોડાઈ શકે છે. જોકે ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના માટે 10+2 સ્તર પર ફિઝિક્સ અને ગણિતની આવશ્યકતા હોય છે. નૌકાદળ હેઠળના કેડેટ્સ, એસ અને એસએસઆરકે સીઆઈએસએફ હેડ કોન્સ્ટેબલ, યુપીએસસી એનડીએ અને એનએ પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવે છે. પગાર ધોરણ 20 હજારથી લઇ સાતમા પગારપંચ મુજબ હોય છે.

  1. રેલવે રેક્રૂટમેન્ટ બોર્ડ

રેલવે ભરતી બોર્ડ (RRB) ભારતીય રેલવેમાં 12 મા પાસ ઉમેદવારો માટે ઘણી ખાલી જગ્યાઓ હોય છે. ભારતીય રેલવેની કેટલીક ખાલી જગ્યાઓ સહાયક લોકો પાઇલટ, ઓફિસ સહાયક, સ્ટેશન માસ્ટર અને ટિકિટ કલેકટરની હોય છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની આવશ્યક પાત્રતા 10+2 છે. તેમાં 40થી 50 હજાર પગાર મળે છે. લેખિત પરીક્ષામાં પ્રીલિમ અને પછી મેન એક્ઝામ હોય છે. અનેક સરકારી સુવિધાઓ મળે છે. 12મા પાસ યુવાનો માટે તેમાં કારકિર્દીની ઘણી તકો ઉપલબ્ધ છે. રેલ્વે ભરતી બોર્ડ એનટીપીસી-ટ્રેન કલાર્ક માટે વય 18થી 30 વર્ષ, પગાર 2-7મા પગારપંચ સુધીનો છે. ટિકિટ ક્લાર્ક, પગાર 3-7મા પગારપંચ સુધીનો, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ લેવલ, જુનિયર ક્લાર્ક લેવલ, જુનિયર ટાઇમ કીપર વગેરે જેવી અન્ય ઘણી પોસ્ટ્સ છે. આરઆરબી એએલપી હેઠળ લોકો પાઇલટ, ટેકનિશિયન પોસ્ટ માટે ઉંમર 18થી 30 વર્ષ, પગાર 2થી 7 પગારપંચ સુધી, એસઈઆર ભરતી હેઠળ વાણિજ્ય કમ ટિકિટ ક્લાર્ક, ટાઇપિસ્ટ, વય 18થી 42 વર્ષ, પગાર ધોરણ 5200 – 20 હજાર સુધી હોય છે.

  1. .સુપરવાઇઝર, તલાટી, ડ્રાઇવર નોકરી

12મા પાસ થયા પછી વિવિધ રાજ્યોમાં સુપરવાઇઝર, તલાટી, ડ્રાઈવર જેવી ભરતી પણ કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ ડી ઇઆઈ ઈડી વયમર્યાદા 35 વર્ષ પગાર 6થી 10 હજાર રૂપિયા છે. ડબલ્યુસીડી મહારાષ્ટ્ર ભરતી-સુપરવાઈઝર, વય 18થી 45, પગાર 5 હજારથી 20 હજાર રૂપિયા છે. છત્તીસગઢ તલાટી ઉંમર 18થી 42 વર્ષ, પગાર 20 હજાર સુધી હોય છે. મધ્યપ્રદેશ તલાટી વય 18થી 40 વર્ષ, પગાર 20 હજાર હોય છે. રાજસ્થાન તલાટી, ઉંમર 18 થી 45 વર્ષ, પગાર 10 થી 35 હજાર રૂપિયા છે.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!