રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સિક્યોરિટી ગાર્ડના પદો પર ભરતી માટે સૂચના જારી કરી છે. જેના માટે ઓનલાઇન આવેદન કરી શકાય છે. કુલ 241 જગ્યાઓ પર ભરતી થશે. સિક્યોરિટી ગાર્ડ માટે 10મી પાસ યુવાન આવેદન કરી શકે છે. એ પદો પેર આવેદન કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી છે. RBI સિક્યોરિટી ગાર્ડન પદો પર ભરતી માટે કેન્ડીડેટ્સ આરબીઆઇની અધિકારીક વેબસાઈટ www.rbi.org.in પર જઈ આવેદન કરી શકો છો. આ ભરતી 18 શહેરો માટે છે. આ ભરતી પૂર્વ સૈનિકો માટે કાઢવામાં આવી છે.
મહત્વપૂર્ણ અતરીખો
- ઓનલાઇન આવેદન શરુ થવાની તારીખ – 22 જાન્યુઆરી
- ઓનલાઇન આવેદન કરવાની છેલ્લી તારીખ – 12 ફેબ્રુઆરી
- ભરતી માટે ઓનલાઇન પરીક્ષાની તારીખ – ફેબ્રુઆરી-માર્ચ 2021

ખાલી જગ્યાઓ
- પદોની કુલ સંખ્યા – 241 પદ
- એસસી માટે – 32 સીટ
- એસટી માતે – 33 સીટ
- ઓબીસી માટે – 45 સીટ
- ઇડબ્લૂએસ માટે – 18 સીટ
- અન્ય માટે – 113 સીટ
શૈક્ષણિક લાયકાત
સિક્યોરિટી ગાર્ડન પદ પર આવેદન કરવા માટે ઉમેદવાર કોઈ પણ માન્યતાપ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થાની કક્ષા 10મી અથવા સમકક્ષ કક્ષા પાસ હોવો જરૂરી છે. ગ્રેડ્યુએશન અથવા એનાથી વધુ ક્વોલિફિકેશન વાળા કેન્ડીડેટ્સ આ ભરતી માટે આવેદન ન કરે. ઉમેદવારને 1 જાન્યુઆરી 2021 સુધીમાં ન્યુનતમ અહર્તા પાસ હોવી જોઈએ

વય મર્યાદ
કેન્ડીડેટ્સની ન્યુનતમ વય મર્યાદા 25 વર્ષથી ઓછી અને મહત્તમ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઓબીસી વર્ગના કેન્ડીડેટ્સને ત્રણ વર્ષ અને એસસી-એસટી વર્ગના કેન્ડીડેટ્સને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. વયની ગણતરી 1 જાન્યુઆરી 2021 સુધી થશે.
આવેદન ફી
જનરલ/ઓબીસી/EWS – 50 રૂપિયા
એસસી/એસટી : 50 રૂપિયા
વણતર માન્ય – 10940-380 (4)-12460- 440(3) -13780-520(3)-15340-690 (2)-16720- 860(4) – 20160 – 1180 (3)- 23700 (20 વર્ષ) તેમજ અન્ય ભથ્થું
પસંદગી પ્રક્રિયા
કેન્ડીડેટ્સની પસંદગી ઓનલાઇન લેખિત પ્રક્રિયા અને ઇન્ટરવ્યુના આધારે થશે. લેખિત પરીક્ષામાં રિઝનિંગ, જનરલ ઈંગ્લીશ અને ન્યૂમેરિકલ એબિલિટીથી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે.
Read Also
- ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ
- આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે
- ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ
- દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ