GSTV
Home » News » હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

કેન્દ્ર સરકાર રસ્તા પર ચાલતા યાત્રીઓની સુરક્ષા માટે મોટા પગલાં ભરવા જઈ રહી છે. જે હેઠળ ચાલુ વર્ષે ઓક્ટોબરથી કારોમાં નવા માનાંક લાગૂ થશે. આ માનાંકો હેઠળ દરેક કારો અને એસયૂવી વાહન નિર્માતાઓ પોતાની કારોમાં પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન સોફ્ટવેર લગાવવું અનિવાર્ય રહેશે.

2018માં શરૂ થઈ હતી પહેલ

2018ની શરૂઆતમાં સરકારે આવનારી દરેક કારોમાં આ નવા બદલાવ કરવાની ભલામણ કરી હતી, જેમાં નવા ડિઝાઈનના બોનેટ બનાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. જેથી રસ્તા પર ચાલતા જતાં લોકોની સાથે કોઈ દુર્ઘટના ઘટે છે તો તેમને ઓછામાં ઓછું નુકસાન થાય છે.

1.5 લાખ લોકોનાં મોત

રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયનાં રિપોર્ટ મુજબ, દર વર્ષે 1.5 લાખ લોકો રસ્તામાં થતી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. જેમાંથી 60 ટકા લોકો રસ્તે ચાલતા લોકોનો સમાવેશ થાય છે. જેને જોતા દુનિયાભરમાં ચાલતા જતાં યાત્રીઓની સુરક્ષાને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચાલતા જતાં યાત્રીઓને ઓછામાં ઓછી ઈજા થાય તેના માટે કારનાં આગળનાં હિસ્સ્માં ફ્રંટ સેન્સર્સ લગાવવાનું પ્રાવધાન આપવામાં આવ્યુ છે. જે એક સોફ્ટવેર સાથે જોડાયેલાં રહેશે.

અમેરિકા અને ભારતની સરખામણીએ ભારત પાછળ

જ્યારે ગાડીઓમાં ખાસ એરબેગ્સ યૂનિટ લાગેલાં હોય છે. જે ઈંફ્રારેડ ટેક્નોલોજીની મદદથી સંભવિત દુર્ઘટનાનું અનુમાન કરતાં એક્યૂટેટર્સ એન્જીન હુડને ઉપરની તરફ ઉઠાવી લેશે, જેથી ચાલતા જતાં યાત્રીઓ કઠોર વસ્તુઓ જેવાકે એન્જીનનાં સંપર્કમાં આવવાથી બચી શકે છે. ભારત અને યુ.કે.ની તુલનામાં ઓટોમોટિવ સલામતી ધોરણો હાલમાં ભારતમાં ઘણા પાછળ છે.

પહેલાં લક્ઝરી કારોમાં આવતા હતાં આ ફીચર્સ

પરંતુ હવે સરકારે સક્રિયતા બતાવતા નવા નિયમો લાગુ કરવામાં લાગી ગઈ છે. જેથી ચાલતા જતાં યાત્રીઓની જાનમાલની સુરક્ષા થઈ શકે. આ પહેલાં પેડેસ્ટ્રિયન સેફ્ટી ફક્ત લક્ઝરી કારમાં જ આવે છે. પરંતુ ધીમે ધીમે તેને બધી કારોમાં લાગૂ કરવામાં આવી રહ્યુ છે. 2019માં વાહનોની સુરક્ષા માનકોને લઈને સૌથી વધારે સક્રિયતા બતાવવામાં આવે છે. જ્યાં ઓક્ટોબર પહેલાં જ દરેક કંપનીઓએ નવા સુરક્ષા માનકો મુજબ પોતાની કારોને અપગ્રેડ કરી દીધી છે.

ગ્રાહકો પણ થયા જાગરૂત

સરકાર ભવિષ્યમાં Bharat NCAP(નવી કાર આકારણી કાર્યક્રમ) પણ ક્રેશ ટેસ્ટ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષણો વિદેશના લગભગ દરેક દેશમાં લાગુ છે, જ્યાં આ પરીક્ષણો અનુસાર વાહનોને રેટિંગ આપવામાં આવે છે. નવા સલામતી ધોરણોમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ્સ, સ્પીડ વોર્નિંગ સિસ્ટમ, સીટ બેલ્ટ રીમાઇન્ડર્સ અને એરબેગ્સ જેવી સુવિધાઓ શામેલ છે. ભારતમાં હાલમાં ઉપલબ્ધ તમામ વાહનોમાં આ સુવિધાઓ છે. તો હવે, ગ્રાહકો સુરક્ષા પાસાઓ વિશે પણ ચિંતિત બન્યા છે. પહેલા ગ્રાહકો માત્ર માઇલેજ, ભાવ અને બ્રાન્ડ પર જ ધ્યાન આપતા હતા, જ્યારે હવે નવી કાર ખરીદતી વખતે તેઓ સલામતી સુવિધાઓ વિશે પણ પૂછે છે અને તેમને પ્રાધાન્યતા આપે છે.

2022માં આવશે આ ફીચર્સ

પેડેસ્ટ્રિયન સલામતી સુવિધાઓ સિવાય, કાર કંપનીઓ 2022 થી નવી સલામતી સુવિધા પ્રદાન કરવાની તૈયારી કરી રહી છે. આમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલીટી કંટ્રોલ (ઇએસસી) અને ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ (એઇબી) જેવી સુવિધાઓ સામેલ હશે. બધા વાહન ઉત્પાદકો કિંમતોમાં વધારો કર્યા વિના આ સુવિધાઓનો અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ફ્લાઈટમાં સરખી રીતે તો બેસો ! હવે તો સરકાર પણ કંટાળી

Pravin Makwana

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Mansi Patel

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!