GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

હવે પૂર્ણ થશે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક, કોરોનાની મંદીમાં સરકાર કરી રહી છે આ મહત્વપૂર્ણ કામ

કેન્દ્ર સરકારે ખેડૂતોને વિવિધ યોજનાઓ માટે આધાર આધારિત ડેટાબેઝ બનાવવાની તૈયારીમાં છે. સરકાર ખેડૂતો સાથે જોડાયેલી તમમ યોજનાઓનું ડિજિટલીકરણ કરવાનું વિચારી રહી છે. કારણ કે, ખરીદ સંબંધી પૈસા તેમના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે. અધિકારીઓની માનીએ તો આ ડેટાબેઝમાં ખેડૂતોની પૂર્ણ જાણકારી હશે. હાલ તો તેમાં 9 રાજ્યોમાં 5 કરોડ ખેડૂતોની જાણકારી હશે. બાદમાં બાકીના રાજ્યોના ખેડૂતોની જાણકારી તેમની સાથે જોડવામાં આવશે.

30 જૂન સુધીમાં ડેટાબેઝ તૈયાર થવાનું અનુમાન

કૃષિ વિભાગના નવગઠિત ડિજિટલ ડિવિઝનના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલનું કહેવું છે કે, 30 જૂન સુધીમાં ડેટાબેઝને તૈયાર કરવાનું અનુમાન છે. આ ડેટાબેઝમાં ખેડૂતોના ખેતરોની સેટેલાઈટ ફોટા હશે. તે આધાર ઉપર ખેડૂતોને સલાહ આપવામાં આવશે કે તે તેના ખેતરમાં ક્યાં પ્રકારનો પાક ઉગાડે, જેનાથી ખેડૂતોને ભરપુર પાક અને સારી કિંમત મળશે.

કેવી રીતે વધશે પાકો

પીએમ કિસાન સમ્માન નિધિ સ્કિમના મુખ્ય કાર્યકારી અધિકારીનું કહેવું છે કે, આ ડેટાબેઝને ફાર્મ ટેકનોલોજી કંપનીઓ સાથે પણ શેર કરી શકાય છે જેથી તેઓ ઉત્પાદકતા વધારવા માટેના નવા રસ્તાઓ બતાવી શકે. સાથે જ આ ડેટાબેઝના માધ્યમથી તે પણ સુનિશ્ચિત થઈ શકશે કે ખેડૂતોને તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવે.

પીએમ કિસાનથી કરોડો ખેડૂતોને લાભ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કિમ હેઠળ 9.85 કરોડ લોકોને લાભ મળી ચુક્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરાકર 2 હજાર રૂપિયાનો 6થો હપ્તો 1લી ઓગષ્ટથી મોકલવાનું શરૂ કરશે. દેશમાં આશરે 1.3 કરોડ ખેડૂતોએ આવેદન બાદ પણ પીએમ કિસાન સ્કીમના રૂપિયા નથી મળી રહ્યાં. તેનું કારણ એ છે કે તેમનું આધાર અપડેટ નથી. કે પછી રેવેન્યુ, આધાર અને બેંક એકાઉન્ટ અને ફોન નંબરમાં ગડબડી છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!