GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ખેડૂતો આનંદોઃ આવક બમણી કરવાનુ લક્ષ્ય થશે પૂર્ણ, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

કેન્દ્ર સરકાર ખેડૂતોની વિવિધ યોજનાઓના આધારે ડેટાબેસ બનાવવાની તૈયારીમાં છે. સરકાર ઈચ્છે છે કે, ખેડૂતો સાથે જોડાયેલી બધી યોજનાઓનું ડિજિટલીકરણ કરવામાં આવે, જેથી ખરીદ સંબંધી પૈસા તેમના ખાતમાં સીધા ટ્રાંસફર કરવામાં આવી શકે. અધિકારીઓનુ માનીએ તો, આ ડેટાબેસમાં ખેડૂતો વિશે સંપૂર્ણ જાણકારી હશે. દાખલા તરીકે તેમની પાસે કેટલી જમીન છે. હાલમાં તેની પાસે 9 રાજ્યોના 5 કરોડ ખેડુતોની માહિતી હશે અને બાદમાં બાકીના રાજ્યોના ખેડૂતોને પણ જોડવામાં આવશે.

ખેતરોની સેટેલાઈટ ઈમેજ હશે.

કૃષિ વિભાગને નવગઠિત ડિજિટલ ડીવીવનના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે કહ્યુ છે કે, 30 જૂન સુધી આ ડેટાબેસ તૈયાર થઈ જવાનુ અનુમાન છે. આ ડેટાબેસમાં ખેડૂતોને ખેતરોની સેટેલાઈટ ઈમેજ હશે. આ આધાર પર ખેડૂતોને સલાહ આપવામાં આવશે કે, પોતાના કોઈ ખેતરમાં કેવા પ્રકારના પાકનુ વાવેતર કરી શકે છે. આ ખેડૂતોને ભરપૂર પાકઅને સારા ભાવ પણ મળશે.

કેવી રીતે વધશે પાક

પીએમ-કિસા સમ્માન નિધિ સ્કીમના મુખ્ય કાર્યકારી અધિકારીનુ કહેવુ છે કે, આ ડેટાબેસને ફાર્મ ટેકનોલોજી કંપનીઓની સાથે શેર પણ કરવામાં આવી શકે છે. તેથી તે ઉત્પાદકતા વધારવા માટે નવી-નવી રીત જણાવે. સાથે જ આ ડેટાબેસ થકી તે પણ સુનિશ્વિત થઈ શકશે કે, ખેડૂતોને તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર થકી પૈસા ટ્રાંસફર કરવામાં આવી શકે.

પીએમ-કિસાનતી કરોડો ખેડૂતોને થશે લાભ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ હેઠળ 9.85 કરોડ લોકોને લાભ મળી ચૂક્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરકાર 2 હજાર રૂપિયાનો છઠ્ઠો હપ્તો 1 ઓગષ્ટથી મોકલવાનો શરૂ કરશે. દેશમાં લગભગ 1.3 કરોડ ખેડૂતોની અરજી બાદ પણ પીએમ કિસાન સ્કીમનો પૈસા નથી મળી શક્યા. તેનુ કારણ પણ એ છે કે, તેન આધાર એપડેટ નથી. અથવા રેવન્યુ, આધાર અને બેન્ક એકાઉન્ટ અને ફોન નંબરમાં ગરબડી છે. આ રીતે લોકો આ નંબર પર પોતાનુ સ્ટેટસ જાણકારી ભૂલને સુધારી શકે છે.

READ ALSO

Related posts

ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આ તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ: રજીસ્ટ્રેશન માટે છે આ છે ડેડલાઇન

Bansari

અજાણ્યા નંબરથી મેસેજ કરીને યુવતી જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવ્યો,મળવા બોલાવી સૂમસામ જગ્યાએ લઇ ગઇ અને…

Bansari

પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું રિવા ખાતે એશિયાના સૌથી મોટા સૌર ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ધાટન, કહ્યું: “સૌર ઊર્જા શ્યોર, પ્યોર, સિક્યોર”

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!