GSTV

6 કરોડ EPFO ગ્રાહકો માટે મોટા સમાચાર: સરકાર અલગ કરી શકે છે પેંશન અને PF એકાઉન્ટ, જાણો કારણ

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

સરકાર હવે પેંશન અને પ્રોવિડંડ ફંડને અલગ કરવા માટે વિચાર કરી રહી છે. તેની પાછળ સરકારનો હેતુ છે કે જયારે કર્મચારી રીટાયર થાય તો તેની પાસે પેંશનની સારી રકમ હોય. EPFOના ફોર્મલ સેક્ટરમાં 6 કરોડ કર્મચારીઓ પર આ નિર્ણયની સીધી અસર થશે.

EPFO

ત્યારે પેંશન ફંડ માંથી રૂપિયા નહિ કાઢી શકે

જણાવી દઈએ કે કર્મચારીઓ અને તેમની કંપનીઓ તરફથી 12-12% એટલે કે કુલ 24 ટકા યોગદાન પ્રોવિડંડ ફંડમાં કરવામાં આવે છે, તેમાં 8.33 ટકા ભાગ એમ્પ્લોય પેંશન સ્કીમ (EPS)માં જાય છે અને બાકીની રકમ પ્રોવિડંડ ફંડમાં જાય છે. કર્મચારી જયારે પણ પોતાના પ્રોવિડંડ ફંડમાંથી પૈસા ઉપાડે છે તો પોતાના પેંશન એકાઉન્ટ માંથી પૈસા કાઢતા હોય છે, કારણ કે તે એક સિંગલ એકાઉન્ટ હોય છે. એક અહેવાલ મુજબ સરકારનું માનવું છે પેંશન અને પ્રોવિડંડ ફંડ અલગ અલગ થયા પછી કર્મચારી પેંશન ફંડમાંથી પૈસા નહિ નીકળી શકે.

કોરોના મહામારીમાં લોકોએ કરી મોટી ઉપાડ

સરકારના આ પગલાંને પેંશન રિફોર્મ તરીકે જોવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ, કોરોના મહામારી પછી આ સમસ્યા વધી ગઈ હતી. કારણેક આ દરમ્યાન કરોડો લોકોની નોકરીઓ જતી રહી હતી.31 મેં 2021 સુધી કુલ 76.3 લાખ લોકોએ કોવિદ એડવાન્સના રૂપમાં આ એકાઉન્ટ્સ માંથી પૈસા કાઢ્યા હતા. 1 એપ્રિલ 2020થી 3.9 કરોડ ક્લેઇમ કર્યા હતા જેમાં કોવિદ એડવાન્સ પણ સામે છે. EPFOએ 19 જૂન 2021 સુધી સેટલ કર્યા છે.

PF અને પેંશન અલગ કરવા પર ચર્ચા

અહેવાલ મુજબ, અધિકારીનું કહેવું છે કે EPFOમાં પીએફ અને પેંશન સ્કીમ અલગ થવી ઘણી જ જરૂરી છે. જરૂરિયાતના સમયે પીએફ માંથી પૈસા કાઢવામાં કોઈ તક્લીફ નથી, પેંશન એકાઉન્ટને અસર ન થવી જોઈએ. અધિકારીએ જણાવ્યું કે એક ઈન્ટરનલ સરકારી પેનલએ EPF અને EPS એકાઉન્ટને અલગ કરવાની સલાહ આપી હતી. જેના પર આ વર્ષની શરૂઆતમાં EPFOની બોર્ડ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી.

તો ગુમાવવા પડશે લાભ

અધિકારીનું કહેવું છે કે જો કોઈ કારણે કોઈ સબસ્ક્રાઈબર પેંશન ફંડમાંથી પૈસા નીકળે છે તો તે તેને બદલાયેલ કિંમત જોવા મળશે, એટલે નિવૃત્તિ બાદ પેંશન ઓછી થઇ જશે/ મેચ્યોરિટી પહેલા નિકાસીને ઓછી કરવા માટે જયારે કોઈ સબસ્ક્રાઈબર પેંશન ફંડ તોડશે તો તેને કેટલાંક ઈન્સેન્ટીવ્સ જતા કરવા પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!