GSTV

મોટા સમાચાર/ કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપ્યો ઝટકો! જુલાઈમાં નહિ વધે TA, જાણો હવે ક્યારે થશે વધારો

કર્મચારી

Last Updated on April 26, 2021 by Damini Patel

કેન્દ્રિય કર્મચારી માટે ખરાબ સમાચાર છે. જો તમે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને યાત્રા ભથ્થું (Travel Allowance) વધવાની રાહ જોઈ રહ્યા છો તો તમારે થોડી વધુ રાહ જોવી પડશે. કોરોના કાળમાં સરકારે TA અને DA (7th Pay Commission)માં વધારો કરવાનો નિર્ણય ટાળી દીધો છે. હાલ તમામ કર્મચારીઓને જુના રેટ પર જ મોંઘવારી ભથ્થું મળશે. રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એક જુલાઈ સુધી વધારવામાં નહિ આવે.

થોડા દિવસ પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આ વાતની જાણકારી આપી હતી કે તમામ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધી શકે છે. એક ખબર મુજબ, સરકારે હાલ કોરોના કાળમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવાથી ઇનકાર કરી દીધો છે. એટલે આ વર્ષે જુલાઈમાં વધારો નહિ થાય.

આ સમયે મળે છે 17% DA

તમને જણાવી દઈએ કે આ સમયે કેન્દ્રીય કર્મચારીઓને 17% DA આપવામાં આવે છે, જેને વધારીને 28% કરવાની વાત સામે આવી રહી હતી. જણાવી દઈએ કે પહેલા ખબર આવી રહી હતી કે કેન્દ્ર સરકાર જુલાઈ 2021માં આને વધારી શકે છે.

એ ઉપરાંત સરકારના પ્રાવધાન મુજબ, કર્મચારીઓનો ટ્રાવેલ એલાઉન્સ પણ DA સાથે વધે છે. DA અને TAમાં વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓની સેલરીમાં પણ વધારો થાય છે.

આટલું વધવાનું હતું DA

તમને જણાવી દઈએ કે પહેલા ખબર આવી હતી કે DAમાં વધારો કરવાથી કર્મચારીઓના પગારમાં વધારો થઇ જાય છે. વર્તમાન સમયની વાત કરીએ તો આ સમયે DA બેઝિક સેલરીનો 17% છે. એમાં વધારો 17થી 28%(17+3+4+4) થશે તો સેલરીમાં ઘણો વધારો થશે, પરંતુ કોરોનાના કારણે કેન્દ્ર સરકારે વધારો જૂન 2021 સુધી ફ્રીઝ કરી દીધો હતો.

Read Also

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!