GSTV

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

શેરડીમાંથી નીકળતા અને પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતા ઇથેનોલના ભાવમાં પ્રતિ લિટરે ૩.૩૪ રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલમાં ઇથેલોન મિક્સ કરવાથી શેરડીના ખેડૂતોને ફાયદો થાય છે અને પેટ્રોલનું આયાત બિલ ઘટે છે.

આર્થિક બાબતોની કેબિનેટ કમિટીમાં લેવાયો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ શેરડીમાંથી બનાવવામાં આવતા ઇથેનોલના ભાવમાં ૩.૩૪ રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. હાલમાં એક લિટર ઇથેનોલનો ભાવ ૫૯.૪૮ રૂપિયા છે. જે ડિસેમ્બર, ૨૦૨૦થી શરૂ થતા પુરવઠા વર્ષથી વધીને ૬૨.૬૫ રૂપિયા થઇ જશે. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે સી હેવી મોલાસેસમાંથી તૈયાર કરવામાં આવેલા ઇથેનોલનો ભાવ ૪૩.૭૫ રૂપિયાથી વધારીને ૪૫.૬૯ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે બી-હેવીમાંથી તૈયાર કરવામાં આવેલા ઇથેનોલનો ભાવ ૫૪.૨૭ રૃપિયાથી વધારી ૫૭.૬૧ રૃપિયા કરવામાં આવ્યો છે.

શૂન્ય ઉત્સર્જનવાળુ પર્યાવરણને અનુકૂળ ઈંધણ

ઉલ્લેખનીય છે કે ભારતને પોતાની જરૂરિયાતના ક્રૂડ ઓઇલ પૈકી ૮૫ ટકા ક્રૂડ ઓઇલની આયાત કરવી પડે છે. ઓઇલની આયાત અને વાહનોનું ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલ મિશ્રિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઇથેનોલ શેરડીના ખેડૂતોને પોતાનો પાક વેચવાનો એક અન્ય વિકલ્પ પૂરો પાડે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઇથેનોલની ખરીદી કરવામાં આવતા ૨૦૧૩-૧૪માં ૩૮ કરોડ લિટર ઇથેનોલ ખરીદવામાં આવ્યું હતું જે ૨૦૧૯-૨૦(ડિસેમ્બર, ૨૦૧૯થી નવેમ્બર, ૨૦૨૦) સુધીમાં વધીને ૧૯૫ કરોડ લિટર થઇ ગયું છે. જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે ઇથેનોલ શૂન્ય ઉત્સર્જનવાળું પર્યાવરણને અનુકૂળ ઇંધણ છે.

Related posts

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari

અહેમદ પટેલ: કોંગ્રેસના એ ‘ચાણક્ય’ જેમના હાથમાં રહેતું સંગઠનનું રિમોટ, નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ

pratik shah

ગંદી બાત 2 ફેઇમ અન્વેષી જૈનનો કિલર લૂક, ફોટો જોઈ નજર નહી હટાવી શકે ફેન્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!