GSTV
Home » News » ખેડૂતોનું દેવું માફ ન કરતી મોદી સરકારમાં 5.7 લાખ કરોડનાં દેવાંની માંડવાળ, તમારા 5 રૂપિયા બેન્ક નહીં કરે માફ

ખેડૂતોનું દેવું માફ ન કરતી મોદી સરકારમાં 5.7 લાખ કરોડનાં દેવાંની માંડવાળ, તમારા 5 રૂપિયા બેન્ક નહીં કરે માફ

ખેડૂતોનાં દેવા માફીની વાત આવે ત્યારે મોદી સરકાર હાથ અધ્ધર કરી લેતી હોય છે. હાલમાં સૌથી મોટી મુશ્કેલીમાં ખેડૂતો છે. સરકારે ખેડૂતો માટે નવી નવી યોજનાઓ બહાર પાડી છે પણ આ યોજનાઓનો લાભ દેશના ખેડૂતો સુધી પહોંચતો નથી. ખેડૂતો દેવાં માફીની અનેકવાર માગણી કરી ચૂક્યા છે. જે માગણીઓ સરકારના કાન સુધી પહોંચે તો છે પણ એક્શન લેવાતી નથી. આ સમયે જ સંસદમાં નાણાં મંત્રાલયે ખુલાસો કર્યો છે કે, ભારતની 42 બેંકોએ વર્ષ 2018-19માં સામુહિક રૂપથી 2.12 લાખ કરોડના દેવાની માંડવાળ કરી છે. બેંકોએ આપેલ દેવામાફી ગતવર્ષના રૂ.1.5 લાખ કરોડની સરખામણીએ 42 ટકા વધુ છે તેમજ કુલ NPAનો આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે. સામાન્ય રીતે બેકો પોતાની બેલેન્સ સીટને ચોખ્ખી બતાવવા માટે સંભવિત નુકશાન સાથે NPAને દૂર કરે છે.

આરબીઆઇની ગાઇડલાઇનમાં સામેલ છે તે મુજબ ચાર વર્ષ પૂર્ણ થયા બાદ NPAને બેલેન્સ સીટમાંથી કાઢી નાંખે છે. દેશમાં નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી બેંકોએ કુલ 5.7 લાખ કરોડના દેવાની માંડવાળ કરી છે. દેશની 21 બેંકોની દેવા માંડવાળની પ્રવુતિમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2018-19 દરમિયાન રૂ.1.9 લાખ કરોડનું દેવું માફ કરવામાં આવ્યું છે જે તમામ બેંકોના NPAનાં 90 ટકા જેટલું છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કુલ રૂ.56,500 કરોડના દેવાની માંડવાળ કરી

એસબીઆઈએ ગયા વર્ષની સરખામણીએ એક તૃતીયાંશ જેટલી લોનની માંડવાળ છે જ્યારે ત્રણ બેંકો જ સરકારી આંકડા દર્શાવે છે. ભારતમાં સૌથી વધુ લોનની  માંડવાળ SBIએ કરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કુલ રૂ.56,500 કરોડના દેવાની માંડવાળ કરી છે.  સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર & જયપુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ અને સ્ટેટ બેન્ક ઓફ મૈસુરનું SBIમાં વિલીનીકરણ થયા બાદ દેવાની માંડવાળમાં વૃદ્ધિ જોવા મળી છે.

જો કે બીજી તરફ RBIની એક રિપોર્ટ અનુસાર બેંકોએ રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ કંપનીઓ પાસેથી 43 ટકાના રિકવરી દરે રૂ.74,500 કરોડની વસૂલી કરી છે. આ લોક અદાલત, DRTના દર તેમજ સિક્યોરિટાઈઝેશન & રિકંસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ & એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટીઝ ઇંટ્રેસ્ટ એક્ટ હેઠળના વસૂલી દર કરતા ઘણો વધુ છે.

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!