GSTV

સરકારે લોન ગેરેંટી યોજનાના નિયમોમાં આપી છુટછાટ, હવે આ લોકો પણ લઈ શકશે લોન

Last Updated on August 19, 2020 by pratik shah

કોરોના કાળમાં સંકટ સામે ઝઝુમી રહેલા NBFC અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીઓને રાહત દેતા સરકારે મોટી જાહેરાત કરી છે. જે હેઠળ સરકારે સરકારી બેંકોમાંથી અને તેના વાણિજ્યિક પત્રો અને બોંડ ખરીદવા માટેની આંશિક લોન ગેરેંટી યોજનાના નિયમોમાં છુટછાટ આપી છે. એટલું જ નહી વર્તમાન ગર્વનમેન્ટે આ યોજનાના સમય ત્રણ માસ સુધી વધારી દીધો છે.

સરકારે કર્યો મોટો નિર્ણય

ઓછા રેટીંગ વાળા વાણિજ્યિક પત્રમાં ખરીદદાર નહીં મળવાના કારણે સરકારે પીસીજીએસ 2.0માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ એમએમએમઈનું કદ વધારી દેવામાં આવ્યું છે. હવે ડોક્ટર, વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ લોન લઈ શકશે. કોરોના દરમયાન સંકટથી બચવા માટે શરૂ કરવામાં આવેલી ત્રણ લાખ કરોડ રૂપિયાની ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કિમ હેઠળ આ છુટછાટ આપવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી તે વગર ગેરેંટીએ જ લોન લઈ શકશે.

આઉટસ્ટેંન્ડીંગની સીમાને કરી બમણી

કોરોના કારણે વ્યવસાયમાં પડેલા પ્રભાવને ઓછો કરવા માટે વ્યાપારીઓએ સરકાર પાસે રાહતની માગ કરી હતી. જેના કારણે સરકારે આ સ્કીમમાં લોનની આઉટસ્ટેંન્ડીંગ સીમા પણ વધારો કરીને બમણી કરી દીધી છે. ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કિમ હેઠળ ઉદ્યોગપતિઓને વિના ગેરેંટીમાં ત્રણ લાખ કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. ઈમરજન્સી ક્રેડિટ લાઈનને પાંચથી વધારીને 10 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે હવે 250 કરોડ રૂપિયા ટર્નઓવર ધરાવતી કંપનીઓને પણ તેનો લાભ મળશે.

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!