GSTV

કોરોના/ સરકારે આપી ધોરણ ૯થી૧૨ની હોસ્ટેલો શરૃ કરવા મંજૂરી, જાણો શું છે ગાઇડલાઇન

હોસ્ટેલો

Last Updated on July 30, 2021 by Damini Patel

ધો.૯થી૧૨ની સ્કૂલો સાથે હવે હોસ્ટેલો શરૃ કરવા પણ સરકારે મંજૂરી આપી દીધી છે.આજે સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી સમાજ કલ્યાણ વિભાગ હેઠળની હોસ્ટેલોને ૫૦ ટકા કેપિસીટી સાથે શરૃ કરવા મંજૂરી અપાઈ છે. ધો.૧૨ની ૧૫મીથી અને ધો.૯થી૧૧ની ૨૬મીથી સ્કૂલો શરૃ થઈ છે પરંતુ હોસ્ટેલો શરૃ ન થતા જિલ્લા-તાલુકા બહારના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી.

૫૦ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચના

સરકારે હોસ્ટેલો શરૃ કરવાની મંજૂરી સાથે જાહેર કરેલી એસઓપી મુજબ રાજ્યમાં આવેલી ધો.૯થી૧૨ની ગ્રાન્ટેડ છાત્રાલયોમાં સમગ્ર મકાન, રૃમો અને કેમ્પસ તેમજ બાથરૃમો અને લોબી સહિતની જગ્યાઓ સંપૂર્ણ રીતે સાફ કરી ૫૦ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચના અપાઈ છે.એક રૃમમાં માત્ર બે જ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે.આ ઉપરાંત હોસ્ટેલોમાં ટેમ્પરેચર ગન, ઓક્સીમીટર અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવા તેમજ કોરોનાની અસર જણાય તો સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.

ચેકઅપ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે

હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું તમામ ચેકઅપ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે.આ ઉપરાંત છાત્રાલયોમાં ધો.૯થી૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યા અંગેની જાણ તરત જ સંબંધિત જિલ્લા અધિકારીઓએ સંપૂર્ણ વિગતો સાથે સરકારની સમાજ કલ્યાણ કચેરીને કરવાની રહેશે. હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા વાલીનું સંમતિપત્ર ફરજીયાત લેવાનું રહેશે.

Read Also

Related posts

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!