GSTV

કોરોનાકાળમાં શેરડીનાં ખેડૂતો માટે આવ્યા રાહતનાં સમાચાર, સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Last Updated on September 30, 2020 by pratik shah

સરકારે ખાંડ મિલોને આ વર્ષે ફાળવેલાં ખાંડના ક્વોટાની ફરજીયાત નિકાસ કરવા માટેની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને ડિસેમ્બર સુધીની કરી દીધી છે. ખાદ્યમંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી. સરકારે સપ્ટેમ્બરમાં સમાપ્ત થતાં 2019-20 માર્કેટિંગ વર્ષ માટે વધારાની ખાંડની નિકાલમાં મદદ માટે ક્વોટા હેઠળ 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે.

 ખાદ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી સુબોધકુમાર સિંહે કહ્યું કે, “60 લાખ ટનમાંથી 57 લાખ ટન ખાંડનો કરાર થયો છે અને મિલોમાંથી આશરે 56 લાખ ટન ખાંડ કાઢવામાં આવી છે.” તેમણે કહ્યું કે, કોવિડ -19 રોગચાળા દરમિયાન ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી હોવાને કારણે તે સમયે કેટલીક મિલો તેમનો સ્ટોક મોકલી શકી ન હતી. સિંહે કહ્યું કે, ‘મહામારી દરમિયાન ઘણી મિલોમાં લોજિસ્ટિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી, અમે તેમને તેમના ક્વોટાની નિકાસ માટે ડિસેમ્બર સુધી થોડો વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે.’

કયાં દેશમાં નિકાસ

શુગર મિલોએ ઈરાન, ઈંડોનેશિયા, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ખાંડની નિકાસ કરી છે. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે ઇન્ડોનેશિયામાં ખાંડની નિકાસ સાથે સંબંધિત કેટલાક ગુણવત્તાના પ્રશ્નો હતા, જેનો હવે નિરાકરણ આવી ચૂક્યું છે અને ભારતની નિકાસને વેગ મળ્યો છે. વધારાનો સ્થાનિક સ્ટોક દૂર કરવા અને મિલોને ખેડૂતોને શેરડીનો જંગી લેણું ચૂકવવામાં મદદ કરવા માટે માર્કેટિંગ વર્ષ 2019-20 દરમિયાન ખાંડના નિકાસ માટે 6,268 કરોડની સબસિડી સરકાર આપી રહી છે.

READ ALSO

Related posts

રસ નથી જાઓ / ભાજપમાંથી ટીડીપીમાં આવવા ધમપછાડા છતાં મમતા પક્ષપલટુ મોંડલને ન મળ્યાં, એક કલાક એરપોર્ટ પર જોઈ રાહ

Bansari

ચેતવણી/ 1લી જૂન 2024થી આ વાહનનોનું રજિસ્ટ્રેશન થશે રદ, ભંગારમાં જશે : મોદીના નવા નિયમોથી ગુજરાતને થઈ જશે બખ્ખાં

Harshad Patel

‘ધક ધક ગર્લ’ માધુરીનો ગ્લેમરસ અંદાજ / ઓફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી ફોટો, ફેન્સ થયા ઘેલા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!