દેશમા કોરોના વાઇરસના કારણે છેલ્લા બે મહિનાથી લોકડાઉન ચાલી રહ્યુ છે. જો કે સરકારે સોમવાર કેટલીક વધુ છુટછાટ સાથેના નવા નિયમો બહાર પાડશે. હાલમા તો સરકારે લોકોને પોતાની તરફથી છુટ આપવાનો પ્રયત્ન કર્યો છે. સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, આરબીઆઇ દ્વારા મોરેટોરિયમ,આત્મનિર્ભર પેકેજ દ્વારા લોકોને મદદ કરવાની કોશિશ કરી છે. જો કે સરકારે કોરોના વાઇરસને લઇને લોકડાઉનની છેલ્લી તારીખ 30 જૂન કરી નાખી છે.
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડો

સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની તારીખ 31 માર્ચ થી વધારીને 30 જૂન કરી નાખી છે. જો કે તમે પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક અપ નથી કર્યુ તો ઝડપથી કરી લો. કારણકે 30 જુન પછી પાનકાર્ડ રદ થઇ જશે.
ટેક્સમા છુટ મેળવવા માટે રોકાણ કરો

નાણાકીય વર્ષ 2019-20મા નાણાકીય વિભાગે આરટીઆઇ દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી વધારી 30 નવેમ્બર કરી દીધી છે. જો કે આની સાથે જ ટેક્સમા રાહત મેળવવા માટે આયકર વિભાગની કલમ 80સી, 80ડી, 80ઇ હેઠળ રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 જુન કરી દીધી છે.
2018-19ના આઇટીઆર

જો તમે નાણાકિય વર્ષ 2018-19માટેની આઇટીઆર રિટર્ન ભર્યુ ન હોય તો, તમે તેને પણ ફાઇલ કરી શકો છો. જો કે તેના સિવાય રિવાઇન્ડ આઇટીઆર પણ 30 જુન સુધી દાખલ કરી શકો છો. આ આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારી દીધી છે.
કર્મચારીઓને ફોર્મ -16 મળશે

કંપનીમા કર્મચારીઓને 16 મે સુધીમા ફોર્મ 16 મળી જતુ હોય છે, પરંતુ આ વખતે સરકારે એક ઓર્ડિનેસના કારણે ફોર્મ-16ને જાહેર કરવાની તારીખ 15 જુનથી 30 જુન સુધીની કરી આપી છે. ફોર્મ 16 એક રીતે ટીડીએસ સર્ટિફિકેટ છે, જેની આઇટીઆર દાખલ કરવા માટે જરૂર પડે છે.
સ્મોલ સેવિંગ એકાઉન્ટમા પૈસા જમા કરવા
જો તમે પીપીએફ કે સુકન્યા સમુદ્ધ ખાતામા 31 માર્ચ 2020 સુધી કોઇ ન્યુનતમ પૈસા જમા ના કરાવ્યા તો તમે 30 જુન સુધીમા કરી શકો છો. જો તમે આ ખાતામા ન્યુનતમ પૈસા જમા ના કરો તો પેનલ્ટી લાગી શકે છે, જો કે પોસ્ટ વિભાગે હાલમા આ નિયમ હટાવી દીધો છે.
પીપીએફ ખાતુ મેચ્યોર થઇ ગયુ હોય

જો તમારૂ પીપીએફ ખાતુ 31 માર્ચ સુધીમા મેચ્યોર થઇ ગયુ હોય અને તમારા પૈસા ફરી પાંચ વર્ષ માટે મુકવા માંગતા હોય તો, તમે 30 જુન સુધી કરી શકો છો. પોસ્ટ વિભાગે આ સંબંધમા 11 એપ્રિલએ એક સર્કુલર જાહેર કર્યુ હતુ.
Read Also
- ઉત્તરપ્રદેશ/ હેવાનિયતની હદ પાર! યુવતી સાથે દુષ્કર્મ આચરી છ યુવકોએ બનાવ્યો નગ્ન વીડિયો, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ
- Video/ ‘ગોળી મારી દઇશ’ મહિલા પોલીસની દબંગાઇ, લેબ સ્ટાફને આપી રેપ કેસમાં ફસાવવાની ધમકી
- હવામાન/ આજે આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, પૂરના ખતરા વચ્ચે હવામાન વિભાગનુ એલર્ટ
- 1000 દિવસથી આ ખાસ પળની રાહ જોઈ રહ્યો છે વિરાટ કોહલી, હવે એશિયા કપમાં છે આશા
- સફળતા/ મંકીપોક્સના ઇન્ફેક્શનની હવે વહેલી જાણ થશે, લોન્ચ થઇ આ ‘મેડ ઇન ઇન્ડિયા’ કિટ