GSTV
Home » News » GST મામલે વેપારીઓ માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે લીધો આ નિર્ણય

GST મામલે વેપારીઓ માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે લીધો આ નિર્ણય

સરકારે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના વાર્ષિક (નાણાકીય વર્ષ 2018-19) રિટર્ન્સ ફાઇલ કરવા માટેની અંતિમ તારીખ અને પ્રથમ બે વર્ષ માટે ઓડિટ રિપોર્ટની તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું છે. આ સાથે જીએસટીનું ફૉર્મ વધુ સરળ બનાવાયું હોવાની જાહેરાત કરી હતી.CBIC અનુસાર, રિટર્નની તારીખના આધારે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટની તારીખમાં પણ વધારો કરાયો છે. ધંધાને ફાઇલિંગનું પાલન કરવાનું અનુકૂળ બનાવવા બે GST ફોર્મ્સને પણ સરળ બનાવ્યા છે.

જેના ભાગરૂપે સરકારે કેટલીક વિગતોને મરજિયાત બનાવી છે. CBICના મુજબ, સરકારે 2017-’18 માટેના ફોર્મ GSTR-9 (વાર્ષિક રિટર્ન) અને ફોર્મ GSTR-9C (રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ) ફાઇલ કરવાની તારીખ લંબાવી 31 ડિસેમ્બર 2019 અને 2018-’19ના GST ફાઇલિંગની તારીખ માર્ચ 2020 કરી છે. જેની છેલ્લી તારીખ અગાઉ અનુક્રમે ૩૦ નવેમ્બર ૨૦૧૯ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ હતી. હવે તારીખ લંબાવાથી કરદાતાઓ સમયસર પોતાનાં રિટર્ન ભરી શકશે.

GST રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવા અંગેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. સરકારે વાર્ષિક રિટર્નના સરળીકરણ અંગે એમેન્ડમેન્ટ્સ નોટિફાય કર્યા છે. CBICના જણાવ્યા અનુસાર બંને ફોર્મ્સના સરળીકરણ અને રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારાને કારણે કરદાતા સમયસર રિટર્ન ભરી શકશે. CBICએ રેવન્યુ વિભાગને પણ બન્ને ફૉર્મ સરળ બનાવ્યાં હોવાની માહિતી આપી છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર ભાજપમાં ભૂકંપ : ફડણવીસ બાદ સીએમ પદના દાવેદારે પવાર સાથે કરી મુલાકાત, ભાજપથી છે નારાજ

Karan

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

ખેડૂતો માટે ખુશખબર, માર્ચ સુધી 50 હજાર કરોડ રૂપિયા ચૂકવશે મોદી સરકાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!