GSTV

સરકારે આપી વધુ એક રાહત, LTC કેશ વાઉચર યોજના હેઠળ આ બિલો પણ ભરી શકે છે કર્મચારીઓ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ LTC વાઉચર યોજનાનો લાભ લેવા માટે ઘણી વસ્તુઓ અને સેવાના બિલ આપી શકે છે. નાણામંત્રાલયે રવિવારે આ જાણકારી આપતા સ્પષ્ટ કર્યું હતું કે, કર્મચારી દ્વારા દેવામાં આવેલા બિલ તેના નામ ઉપર હોવું જોઈએ. નાણા મંત્રાલય હેઠળના વ્યય વિભાગે એલટીસી કેશ વાઉચર યોજના પર એએફક્યુનો સેટ જાહેર કર્યો છે. તેમા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કર્મચારી રજાને લીવ ઈનકેશમેન્ટ હેઠળ માન્ય એલટીસી ભાડાનો ઉપયોગ કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે.

પહેલા સરકારે કરી હતી આ જાહેરાત

સરકારે 12 ઓક્ટોબરના રોજ એલટીસી કેશ વાઉચર યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીઓને આવા ઉત્પાદ અને સેવાઓ ખરીદવી પડશે જેના પર જીએસટીના દર 12 ટકાથી વધારે હશે. હજુ સુધી કર્મચારીઓએ માત્ર યાત્રા પર જ આ સુવિધાનો લાભ મળ્યો છે. અથવા તો તેને આ રકમ છોડવી પડી છે. મંત્રાલયનું કહેવું છે કે, કર્મચારીઓ રજાઓ ભોગવ્યા વગર પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

એએફક્યુમાં થઈ છે આ સ્પષ્ટતા

એલટીસીનો ભાગ કર્મચારી અથવા તેના પરિવારના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, એએફક્યુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વર્ષ (2018-21) દરમિયાન બાકી રહેલા એલટીસી ભાડા પણ લાગુ થશે. એક અન્ય પ્રશ્ન એ છે કે જો કોઈ કર્મચારીના પરિવારના ચાર સભ્યો એલટીસી માટે લાયક છે, તો શું આ યોજના ઓછા સભ્યો પર પણ મેળવી શકાય છે, એએફક્યુ જણાવે છે કે આવા કિસ્સાઓમાં કર્મચારી યોજનાના પાત્ર પરિવારનો એલટીસી ભાગ સમાન આંશિક લાભ લઈ શકે છે.

મંત્રાલયે કરી સ્પષ્ટતા

મંત્રાલયે કહ્યું, આ યોજના વૈકલ્પિક હોવાથી જો કોઈ સભ્યનું એલટીસી ભાડા આ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી, તો તે સભ્યો એલટીસીના નિયમોના હાલના સૂચનો મુજબ એલટીસી લઈ શકે છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યોજના અંતર્ગત કર્મચારી ઘણાં બિલ ચૂકવી શકે છે, પરંતુ તેની ખરીદી માર્ચમાં પૂરા થતાં નાણાકીય વર્ષ દરમિયાન જ થવી જોઈએ.

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!