GSTV
Home » News » બજાજ બાદ બીજા મહિલા ઉદ્યોગપતિએ મોદી સરકારની કાઢી ઝાટકણી, સરકાર બેકફૂટ પર

બજાજ બાદ બીજા મહિલા ઉદ્યોગપતિએ મોદી સરકારની કાઢી ઝાટકણી, સરકાર બેકફૂટ પર

દેશમાં હાલ ડરનું વાતાવરણ છે, લોકો સરકારની ટીકા કરતા ડરી રહ્યા છે, કારણ કે લોકોને વિશ્વાસ નથી કે તેમની ટીકા સરકાર દ્વારા સારી રીતે  લેવામાં આવશે. યુપીએ-2ના સમયમાં કોઈની પણ ટીકા થઈ શકતી હતી. એનડીએ સરકારમાં કોઈ ઉદ્યોગપતિ ટીકા કરે તો તેને ઈડીનું તેડું આવવાનો ડર રહે છે તેમ દેશના જાણિતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે એક ખાનગી કાર્યક્રમમાં જણાવ્યું હતું. રાહુલ બજાજને જવાબ આપતાં અમિત શાહે દાવો કર્યો હતો કે દેશમાં ડરનું વાતાવરણ હોવાની વાત ખોટી છે. મીડિયામાં સતત મોદી સરકારની ટીકા થઈ રહી છે. છતાં ડરનું વાતાવરણ હશે તો અમે તેને સુધારવા માટે પ્રયાસ કરીશું.

સરકાર અર્થવ્યવસ્થા વિશે ટીકા સાંભળવા માંગતી નથી

બાયોકોનનાં ચેરપર્સન કિરણ મઝુમદાર શોએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે સરકાર અર્થવ્યવસ્થા વિશે ટીકા સાંભળવા માંગતી નથી. અપેક્ષા રાખીએ કે સરકાર વપરાશ અને વૃદ્ધિ માટેના ઉકેલો શોધવા ઉદ્યોગનો સંપર્ક કરશે. આ બાબતમાં આપણે હજી પણ અલગ-અલગ છીએ. યુપીએ -2 ના સમયમાં પણ નીતિઓની નિંદા કરવામાં આવી હતી.

શો શોના ટ્વીટ પર  તેના પર સવાલ-જવાબો પણ થઇ રહ્યા છે. તેમણે એક વપરાશકર્તાને જવાબ આપ્યો કે તેમણે યુપીએ -2  સમયમાં પણ સરકારની નિંદા કરી હતી. શો કહે છે કે આપણે બધા અર્થવ્યવસ્થામાં વિકાસ કરવા માંગીએ છીએ. જ્યારે  નીતિઓ સાથે સહમત ન હોય ત્યારે જ  પોતાનો મંતવ્યો રાખીએ છીએ. શું તમને નથી લાગતું કે જે જાહેરાતો અત્યારે કરવામાં આવી રહી છે તે બજેટમાં પણ કરી શકાઈ તેમ હતી. શોના નિવેદનના એક દિવસ પહેલા ઉદ્યોગપતિ રાહુલ બજાજે પણ કહ્યું હતું કે લોકો સરકારની નિંદા કરવામાં ડરતા હોય છે. બજાજના નિવેદનના જવાબમાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સરકાર પારદર્શક રીતે કાર્યવાહી કરી રહી છે. કોઈએ ડરવાની જરૂર નથી.

ભાજપ સરકારના કદાવર નેતાઓ હતા હાજર

મુંબઈમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવાનો મુદ્દો પણ ઉઠયો. કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારામન અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મંચ પર હતા. આ સમયે ઉદ્યોગપતિ રાહુલ બજાજે જણાવ્યું કે તમે સારૂં કામ કરી રહ્યા છો, તેમ છતાં પણ અમે ખુલીને તમારી ટીકા કરીએ તો વિશ્વાસ નથી કે તમે તેને સારી રીતે લેશો. શક્ય છે કે હું ખોટો હોઉં. હું વ્યક્તિગત રીતે માનું છું કે દેશમાં ડરનું વાતાવરણ છે. લોકો સરકારની ટીકા કરતા ડરી રહ્યા છે. રાહુલ બજાજે કહ્યું કે, ‘કોંગ્રેસ નેતૃત્વની યુપીએ સરકારના બીજા કાર્યકાળમાં જે ‘વાતાવરણ’ હતું તે હાલ જોવા મળતું નથી. યુપીએ સરકારમાં કોઈને પણ ગાળો આપી શકાતી હતી એટલે કે ટીકા કરી શકાતી હતી. આ વાતાવરણ હાલ નથી… નિશ્ચિતપણે આ બાબત અમારા મગજમાં છે.

અમિત શાહે દેશમાં ડરનું વાતાવરણ હોવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો

કોઈપણ આ અંગે બોલશે નહીં. અમારા ઉદ્યોગપતિ મિત્રો આ અંગે કંઈ કહેશે નહીં. ઉદ્યોગપતિઓમાં એવો ભય છે કે તેઓ ટીકા કરશે તો તેમને ઈડીનું સમન્સ ફટકારાશે. હું ખુલ્લેઆમ આ કહું છું. આવું વાતાવરણ સર્જાયું છે.  તેમણે પ્રજ્ઞાા ઠાકુરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું સાધ્વી પ્રજ્ઞાાને પહેલા ટિકિટ અપાઈ, પછી તે ચૂંટણી જીતીને આવ્યાં તો ડિફેન્સ સમિતિમાં તેમનો સમાવેશ કરાયો છે. અમારા મનમાં ડરનું વાતાવરણ જરૂર છે, પરંતુ આ અંગે કોઈ બોલશે નહીં.’ આ કાર્યક્રમમાં મંચ પર હાજર ગૃહમંત્રી અમિત શાહે રાહુલ બજાજની શંકાઓ અંગે જવાબ આપ્યો.  અમિત શાહે દેશમાં ડરનું વાતાવરણ હોવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો. તેમણે કહ્યું, કોઈએ કોઈનાથી ડરવાની જરૂર નથી, મીડિયામાં નરેન્દ્ર મોદી સરકારની સતત ટીકા થઈ રહી છે, પરંતુ જો તમે એમ કહી રહ્યા છો કે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તો તેને સુધારવા માટે અમારે કામ કરવાની જરૂર છે.

કોઈએ હિંમત બતાવી સત્ય કહ્યું છે

અમે તે માટે કામ કરીશું. તેમણે ઉમેર્યું કે અમારી સરકાર પારદર્શી રીતે કામ કરી રહી છે અને તેની ટીકા થાય અને આ ટીકા મજબૂત હોય તો અમે તેને સુધારવા પ્રયાસ કરીએ છીએ. ગૃહમંત્રીએ પ્રજ્ઞાા ઠાકુરના નિવેદન મુદ્દે જણાવ્યું કે મોદી સરકાર અને ભાજપે પ્રજ્ઞાા ઠાકુરના નિવેદનની આકરી ટીકા કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પહેલા જ પ્રજ્ઞાા ઠાકુરના નિવેદન મુદ્દે ખુલાસો કરી ચૂક્યા છે, પક્ષે પણ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. અમિત શાહે કહ્યું, સરકાર આૃથવા પક્ષ આવી કોઈ ટીપ્પણીનું સમર્થન નથી કરતી.  ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિવેદન રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું અને આ મુદ્દે રાજકીય પ્રતિક્રિયા આવવા લાગી છે. જયરામ રમેશે કહ્યું કે જાહેરાતમાં ઈન્ડિયન કોર્પોરેટ ઈન્ડસ્ટ્રીની એક ટેગલાઈન છે કે તમે બજાજને હરાવી નથી શકતા. ગૃહમંત્રીને પણ ખબર પડી ગઈ કે તે બજાજને ચૂપ નથી કરાવી શકતા. મનુ સિંઘવીએ કહ્યું કે અનેક વર્ષો પછી કોર્પોરેટ વર્લ્ડમાંથી, જે અત્યાર સુધી વિપક્ષને સલાહ આપે છે, કોઈએ હિંમત બતાવી સત્ય કહ્યું છે. 

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

રામ મંદિર બનાવવા માટે દરેક વ્યક્તિ પાસેથી લેવાશે 10 રૂપિયાનો સહયોગ, ત્રણ મહિનામાં કામ થઈ રહ્યું છે શરૂ

Mayur

અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં મને મત નહોતા આપ્યા તેથી તેમને મળતી સુવિધામાં ઘટાડો કરવામાં આવશે : ભાજપના ધારાસભ્ય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!