સરકારના વિવિધ વિભાગના કર્મચારી, અધિકારી મંડળે, શિક્ષકોના મંડળો અને પેન્શનર્સના મંડળો સહિત ૧૫ મંડળોના હોદ્દેદારોની મળીને ગુજરાત રાજ્ય કર્મચારી, અધિકારી લડત સમિતની રચના કરવામાં આવી છે અને તેના નેજા હેઠળ લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઇને તારીખ ૨૨મી ઓક્ટોબરથી સરકાર સામે બાંયો ચઢાવવામાં આવશે. તેના પહેલાં હકારાત્મક ઉકેલની આશા સાથે સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પત્ર પાઠવીને બેઠક યોજવા માટે સમય ફાળવવા માંગણી કરાઇ છે અને તેના માટે તારીખ ૨૧ ઓક્ટોબરની સમય મર્યાદા આપવામાં આવી છે.

નવરચિત કર્મચારી, અધિકારી લડત સમિતિએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવનો સમય માંગ્યો
સમિતિએ જે ૧૧ પ્રશ્નો સરકાર સમક્ષ મુક્યા છે તેમાં કેન્દ્રના ધોરણે ૭માં પગાર પંચના બાકી લાભો જેમાં તમામ ભથ્થા, ૧૦ લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેમ યોજના, ગ્રેજ્યુઇટીમાં વધારો, વયનિવૃતિ ૬૦ વર્ષ કરવી, હાઇકોર્ટના આદેશ પ્રમાણે ફીક્સ પગારના કર્મચારીઓને કુલ પગાર સહિતના લાભ નિમણૂકની તારીખથી આપવાં. જેમાં વર્ષ ૨૦૦૫ પહેલાના અને પછી નિમાયેલા તમામ શિક્ષણ સહાયકને રક્ષણ સહિત લાભ આપીને ફિક્સ પગાર પ્રથા બંધ કરવી અને સુપ્રિમમાં કરેલો કેસ પરત ખેંચવો અને પીએસ બંધ કરીને જુની પેન્શન યોજના ચાલુ કરવી, કેન્દ્રના ૭માં પંચમાં ૬ઠ્ઠા પગાર પંચ મુજબ કર્મચારીઓને આપેલા ૧૦થ૨૦થ૩૦ની ઉચ્ચતર પગાર ધોણની યોજનાનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો, ૫૦ વર્ષ ઉપરના કર્મચારીઓને પરીક્ષાઓમાંથી મુક્તિ આપવી અને બઢતી ઉચ્ચતર પગાર ધોરણ અટકાવવા નહીં, તેઓને તાલીમ આપવની રહેશે.

૩૦મી જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફાના ઉમેરા સાથે પેન્શનના લાભ આપવા જેવી માંગણી
ઉપરાંત પંચાયત, બોર્ડ-નિગમ, નગરપાલિકા, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ, યુનિવર્સીટી તથા વર્કચાર્જ અને રોજમદાર કર્મચારીઓને ૭માં પંચના તફાવત સહિત બાકી લાભ આપવા અને તેમને રાજ્ય સરકારના કર્મચારી ગણવા, વર્ગ ૩ અને ૪માં આટ સોર્સ પ્રથા બંધ કરીને કરાર આધારિતને ૩ વર્ષ પુરા થયા નિયમિત નિમણૂંક આપવી. અવસાનના કિસ્સામાં ૩ મહિનામાં વારસને પુરા પગારે નોકરી આપવી, નિવૃતિ વખતના કોમ્યુટેડ પેન્શનના વ્યાજ અને મુદ્દતમાં ઘટાડો કરવો. ૩૦મી જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફાના ઉમેરા સાથે પેન્શનના લાભ આપવા અને કર્મચારીઓને ગાંધીનગરમાં રાહત દરે પ્લોટ આપ્યા છે તેમ જિલ્લાના કર્મચારીઓને જે તે જિલ્લામાં રાહત દરે પ્લોટ આપવાની માંગણીનો સમાવેશ થાય છે.
READ ALSO :
- વાયરલ વિડિયો / પાકિસ્તાને કર્યો ‘ચપ્પલ માર મશીન’નો આવિષ્કાર, લોકોએ કહ્યું- અદ્ભુત ઓટોમેશન!
- ભારતનો ડંકો / સ્વદેશી UPIની બ્રિટનમાં થશે એન્ટ્રી, જાણો કેવી રીતે કરી શકશો વ્યવહાર
- Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર
- ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો
- પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર