GSTV
AGRICULTURE Trending

ડુંગળીમાં નરમાઈ/ કાંદાના ભાવ નિયંત્રણમાં રાખવા સરકાર પાસે જંગી બફર સ્ટોકસ, નિકાસ પણ ઓછી

ડુંગળી

મંદ માગ વચ્ચે ભરપૂર આવકને પગલે ડુંગળીના ભાવ હાલમાં નોંધપાત્ર ઘટી ગયાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષે કાંદાની નિકાસ માગ પણ નીચી જોવા મળી રહી છે. લાસલગાઁવ હોલસેલ બજારમાં સારી ગુણવત્તાના કાંદાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૪૦૦થી ૧૫૦૦ જ્યારે નબળી કવોલિટીના ભાવ રૂપિયા ૧૦૦૦થી રૂપિયા ૧૧૦૦ બોલાઈ રહ્યા છે.

ડુંગળી

અનિશ્ચિત નિકાસ નીતિને કારણે ભારતના કાંદાની ખપત ઘટી રહ્યાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ભારત સરકારે ઓછામાં બે વખત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકયાની નોંધ છે. તહેવારોની મોસમ દરમિયાન કાંદાના ભાવ નિયંત્રણમાં રાખવા બફર સ્ટોકસ માટે સરકાર દ્વારા ડુંગળીની વિક્રમી ખરીદી કરવામાં આવી છે. દેશમાં ડુંગળીનું ૬૫ ટકા ઉત્પાદન રવી મોસમમાં થાય છે.

ડુંગળી

ચીન, ઈજિપ્ત, ઈરાનમાં ડુંગળીનું આ વર્ષે વિપુલ ઉત્પાદન થયું છે, જેને કારણે ભારતના કાંદાની નિકાસ માગ મંદ જોવા મળી રહી છે. વર્તમાન મોસમમાં સરકારે ડુંગળીની ૨.૫૦ લાખ ટનની ખરીદી કરી છે, જે અત્યારસુધીની સૌથી મોટી છે. ગયા વર્ષ આ ગાળામાં બે લાખ ટન કાંદાની ખરીદી કરાઈ હતી.

Read Also

Related posts

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda

શું તમે જાણો છો સિંગલ રહેવાના આ ફાયદા વિશે? શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને થતાં આ લાભ વિશે જાણીને તમે પણ થઈ જશો હેરાન

Hemal Vegda
GSTV