GSTV
Home » News » GSTમાં ખોટા ક્લેમ કરતા 2 હજાર વેપારીઓ પર સરકારની તવાઈ, 40 હજાર કરોડનું રિફંડ અટકાવ્યું

GSTમાં ખોટા ક્લેમ કરતા 2 હજાર વેપારીઓ પર સરકારની તવાઈ, 40 હજાર કરોડનું રિફંડ અટકાવ્યું

જીએસટી ક્લેમમાં ધાંધલીને રોકવા માટે સરકાર તરફથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. સરકારે GST ક્લેમ કરનારા કારોબારીઓ પર મોટા કાર્યવાહી કરી છે. સરકારને આવી ધાંધલી થતી હોવાની જાણ થતાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સે 2000થી પણ વધું વેપારીઓ પર આંચકો આપ્યો છે.

હકીકતમાં જોઈએ તો, સરકારે 2000થી પણ વધુ વેપારીઓના 40 હજાર કરોડ રૂપિયાનું GST ક્રેડિટ બ્લોક કરી દીધું છે. GST ક્રેડિટ પર એક્શનના કારણે GST ઈન વોયસમાં મેચ થતું ન હોવાનું જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ધાંધલીને કારણે 2 હજારથી પણ વધુ વેપારીઓના કુલ 40000 કરોડનું GST ક્રેડિટ રોકી દેવામાં આવ્યું છે. વેપારીઓ રિટર્ન ન ભરતા હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે, સપ્લાયર તરફથી ઈન વોયસ અપલોડ થયું નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે, ખોટું ઈન વોયસ અપલોડ કરી ક્રેડિટ ક્લેમ કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, જીએસટી વિભાગે હાલમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના નિયમમાં ફેરફાર કર્યા છે. CBICએ 9 ઓક્ટોબર 2019ના રોજ નિયમ બનાવ્યો હતો કે, વેપારી તેમના જીએસટીઆર-2એમાં દેખાતી ક્રેડિટમાંથી 20 ટકા રકમ માટે ક્રેડિટ ક્લેમ કરી શકે છે. બાદમાં 1 જાન્યુઆરી 2020માં ફરી તેને 20માંથી 10 ટકા કરવામાં આવ્યું. આ નિયમ તાત્કાલિક ધોરણે લાગુ થવાના કારણે બહુ મોટો ફરક વેપારીઓને લાગતા ફટાફટ ક્લેમ થવા લાગ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે, પહેલા 20 ટકા સુધી મિસમેચના કેસમાં ક્રેડિટ મળતું હતું હવે કડકાઈ વધારી મિસમેચમાં 10 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે, 10 ટકાથી વધારે ઈનવોયસ મિસમેચ પર ક્રેડિટ રોકાશે. આ મામલે અસંખ્ય વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. સરકાર ગમે તેમ કરી હવે જીએસટી કલેક્શન વધારવા માગે છે.

READ ALSO

Related posts

ભારતને પછાડી દેશે આ પડોશી ટચૂકડો દેશ, આર્થિક સ્તરે બની રહ્યો છે જોરદાર મજબૂત

Mansi Patel

શાહીનબાગના પ્રદર્શનકારીએ એક રસ્તો ખોલી આપ્યો, દિલ્હી પોલીસ ઉંઘતી ઝડપાઈ

Pravin Makwana

‘કભી ખુશી કભી ગમ’ સોનાના ખજાના પર ઝેરીલા સાંપોની પહેરેદારી, સોનભદ્રમાં કેવી રીતે થશે ખોદકામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!