GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

બાઇક, ઑટો રિક્ષા, ટ્રક સહિત આ વાહનોની બદલાઇ જશે સાઇઝ: સરકારે આપી લીલી ઝંડી

બાઇક

કેન્દ્ર સરકારે દેશમાં સંચાલનની ક્ષમતા સુધારવા માટે વિદેશી માપદંડોને અનૂરૂપ ટ્રક-ટ્રામ અને માલવાહક વાહનોના આકારને વધારવાની મંજૂરી આપી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે કેન્દ્રીય મોટર વ્હીકલ કાયદા-1989થી સંબંધિત નિયમ-93માં વાહનોના આકારમાં બદલાવ માટે સૂચના જારી કરી દીધી છે.

મંત્રાલયની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ સંશોધનથી વાહનોના આકારને આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ બનાવી શકાશે. તેનાથી દેશની લોજિસ્ટિક ક્ષમતામાં સુધાર આવશે. આ બદલાવથી વાહનોમાં યાત્રીઓને બેસાડવા અથવા માલ વહનની ક્ષમતા વધશે. નિયમમાં સંશોધનથી વાહનોમાં નીચે જણાવ્યા અનુસાર બદલાવ થશે. ચાલો તમને જણાવીએ, કેટલો વધશે વાહનોનો આકાર…

ટુ-વ્હીલર

બાઇક

વધુમાં વધુ 4 મીટર લાંબુ અને 2.5 મીટર ઉંચુ

થ્રી-વ્હીલર

ઉંચાઇ 2.2 મીટરથી વધારીને 2.5 મીટર કરી શકાશે.

ટ્રામ

પસંદ કરેલ રૂટ પર યુરોપિયન દેશોને અનુરૂપ 25.25 મીટર લાંબી

બસ

એરપોર્ટની સવારી બસ સિવાય અન્ય બસોની ઉંચાઇ 3.8થી વધારીને 4 મીટર થશે. સાથે જ બે એક્સેલની બસોની લંબાઇ 12 મીટરથી વધારીને 13.5 મીટર કરવામાં આવી શકે છે.

ટ્રેલર

તેને મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રોલા સમાન બનાવવામાં આવી શકશે.

માલવાહક વાહન

તેની ઉંચાઇ પણ વધારવામાં આવી છે, જેથી કંટેનરના પરિવહનને પ્રોત્સાહન મળે.

Read Also

Related posts

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari

પશ્વિમ વિસ્તારોમાં સતત વધી રહ્યાં છે એક્ટિવ કેસ, શહેરના આ વિસ્તારોમાં ફાટ્યો કોરોનાનો રાફડો

Bansari

મુંબઈના બોરીવલીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં ભિષણ આગ, 14 ફાયર ફાયટર ઘટનાસ્થળે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!