GSTV
Home » News » ભારતના ખેડૂતોની આવક અગાઉના વર્ષોમાં થશે બમણી, સરકારે કૃષિ નિકાસ નીતિને બીજા પણ આપ્યા ખુશીના સમાચાર

ભારતના ખેડૂતોની આવક અગાઉના વર્ષોમાં થશે બમણી, સરકારે કૃષિ નિકાસ નીતિને બીજા પણ આપ્યા ખુશીના સમાચાર

ભારતના ખેડૂતોની આવક વર્ષ 2022 સુધી બમણી કરવાના ઉદ્દેશ્ય માટે કેન્દ્રની મોદી સરકારે ‘કૃષિ નિકાસ નીતિનું અમલીકરણ’ના શિર્ષક હેઠળની યોજના પાછળ વર્ષ 2019-20માં રૂ. 206.8 કરોડ ખર્ચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ નિકાસ નીતિના અમલીકરણ નામની એક કેન્દ્રીય યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

આ યોજનામાં મગ, દાડમ, કેળા, દ્રાક્ષ, ચા, કોફી, હળદર અને અન્ય દરિયાઇ પ્રોડક્ટોની માટે સમર્પિત કલસ્ટરની સ્થાપના કરવા માટે રૂ. 134.50 કરોડની ફાળવી કરવામાં આવી છે જેમાં ઉત્પાદન પૂર્વે અને લણણી ઉત્પાદનના પ્રબંધન, અને સપ્લાય ચેઇનને અપગ્રેડ કરાશે. જે કલસ્ટરમાંથી નિકાસને ઊંચા સ્તરે લઇ જશે.

મંજૂર થયેલી યોજના હેઠળ કલસ્ટરમાં લણણી પછીની માળખાંગત સુવિધાઓ, ક્ષમતાનું વિસ્તરણ, ઇન્ટિગ્રેટેડ એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ((PPP-IAD) અને લેબોરેટરી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ નવી કૃષિ નિકાસ નીતિમાં દેશમાંથી કૃષિ નિકાસ જે ગત નાણાંકીય વર્ષ 30 અબજ ડોલર હતી તે વધારીને વર્ષ 2022 સુધીમાં 60 અબજ ડોલરે લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

અને વિવિધ કૃષિ પેદાશોની નિકાસ વધારી શકાય તે માટે જુદુ-જુદા રાજ્યોમાં વિશેષ ક્લસ્ટરની સ્થાપના માટે રૂ. 1400 કરોડનું રોકાણ કરવામાં આવશે. નોંધનિય છે કે ગત ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે કૃષિ માટેની નીતિને મંજૂરી આપી હતી. જેમાં ઓર્ગેનિક અને પ્રોસેસ્ડ ફૂડ ઉપરના પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા હતા અને ડુંગળી જેવી સંવેદનશીલ કૃષિ પેદાશોના નિયમો અંગે સમાંયતરે સમિક્ષા કરવાનું નક્કી કર્યું હતું. વાણિજ્ય મંત્રાલય દ્વારા એક મોનેટરિંગ સેલ પણ સ્થાપવામાં આવ્યું છે.

Read Also

Related posts

ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતાની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી બેઠક

Arohi

‘તારક મહેતા…’માં બે વર્ષ બાદ થશે દયાબેનની એન્ટ્રી, જેઠાલાલે આપી આ હિન્ટ

Bansari

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!