GSTV
Gujarat Government Advertisement

બજેટમાં સરકારી સેલ : જાણો કઈ કઈ વસ્તુઓ વેચાઈ રહી છે ?

બજેટ

Last Updated on February 1, 2021 by Mansi Patel

બજેટ : કેન્દ્ર સરકારે નવા નાણાકીય વર્ષમાં પોણા બે લાખ કરોડ રૂપિયા વિનિવેશ પાસે મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કે ગયા નાણાકીય વર્ષની તુલનામાં લાગભગ 35 હજાર કરોડ રૂપિયા ઓછા છે. ગયા બજેટ વર્ષમાં સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 2.1 લાખ કરોડ વિનિવેશ દ્વારા ભેગા કરવાનું એલાન કર્યું છે.

નાણામંત્રીએ જણાવ્યું કે વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવા માટે સરકાર પાસે ખાસ પ્લાન તૈયાર છે. સરકારે બજેટમાં જણાવ્યું કે કેટલીક સરકારી કંપનીઓમ વિનિવેશને લઇ નિર્ણય લેવામાં આવ્યા છે. જે આવતા નાણાકીય વર્ષમાં પુરા થઇ જશે. આવો જાણીએ કે સરકાર વિનિવેશ માટે કઈ કઈ કંપની સામેલ છે.

બજેટ

નિર્મલા સીતારમણએ કહ્યું કે આવતા નાણાકીય વર્ષમાં BPCL, એઇર ઇન્ડિયા, કોનકોર અને SCIના વિનિવેશ પર મોહર લગાવી છે. એ ઉપરાંત નાણામંત્રીએ જણાવ્યું કે LICનો IPO આવતા વર્ષમાં લાવવાનો પ્લાન છે. સાથે જ એ ઉપરાંત IDBIમાં વિનિવેશ થશે. શેરબજારમાં તેજીને જોઈ કેન્દ્ર સરકાર કેટલીક CPSEમાં ભાગીદારી પણ ઓફર ફોર સેલ દ્વારા વેચી શકે છે. ત્યાં જ અન્ય પ્રાઇવેટાઇઝેશન ડિલ્સ પણ નાણાકીય વર્ષ 2022 સુધી પૂરું થવાનું અનુમાન છે.

BPCL

BPCLમાં ભાગીદારી વેચવાથી સરકાર લગભગ 60 હજાર કરોડ મળી શકે છે. સરકાર પોતાની 52.98% ભાગીદારી વેચી રહી છે. BPCl દેશની બીજી સૌથી મોટી તેલ કંપની છે અને એની બેલેન્સ સીટ ઘણી મજબૂત છે. કંપની હંમેશા ફાયદો કમાઈ સરકારને આપે છે. BPCLના દેશભરમાં લગભગ 17,138 પેટ્રોલ પંપ છે. બીપીસીએલમાં સરકારની કુલ 52.98% ભાગીદારી છે. સરકાર પાસે કંપનીના 114.91 કરોડ શેર છે. સરકારે એલાન કર્યું છે કે BPCLની રણનૈતિક ખરીદારીને કંપનીના પબંધન નિયંત્રણ પણ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે માલિકાના અધિકાર પણ ખરીદદાર પાસે જતો રહેશે.

એર ઇન્ડિયા

દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાથી સરકાર છુટકારો મેળવવા માંગે છે. સરકારને ઉમ્મીદ છે કે આવતા નાણાકીય વર્ષમાં સરકાર એને વેચવામાં સફળ રહેશે. હાલના સમયમાં એર ઇન્ડિયા પાસે 60,074 કરોડ રૂપિયાનું દેવું છે, પરંતુ અધિગ્રહણ પછી ખરીદારને 23,286.5 કરોડ રૂપિયા જ ચૂકવવા પડશે. સરકાર આ આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીની આખી ભાગીદારી વેચવા માટે તૈયાર છે.

LICના આઇપીઓ

LIC

નાણામંત્રીએ કહ્યું કે આવતા નાણાકીય વર્ષમાં સરકરી ઇન્શ્યોરન્સ કામપની LICનો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. LICમાં ભાગીદારી વેચવા માટે સરકારને કાયદામાં બદલાવ કરવાની જરૂરત છે. સરકાર LICમાં પોતાની 25% ભાગીદારી ઓછી કરશે. આ ભાગીદારી ઘણા ચરણોમાં ઓછી થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!