GSTV
Home » News » બિઝનેસમેનો પર વરસી પડી ગુજરાત સરકાર, દેશમાં પ્રથમ રાજ્ય બનશે ગુજરાત

બિઝનેસમેનો પર વરસી પડી ગુજરાત સરકાર, દેશમાં પ્રથમ રાજ્ય બનશે ગુજરાત

રાજ્યમાં કોઈપણ નવો ઉદ્યોગ સ્થપાતો હોય તો ઇલેક્ટ્રિક ડ્યુટી માટે અરજી કરવી પડતી હોય છે. નવા ઉદ્યોગને આમાં 5 વર્ષ માટે રાહત આપવામાં આવતી હોય છે. સીએમએ આવા ઉદ્યોગો ઓનલાઈન ઝડપથી અરજી કરે તેના 24 કલાકમાં માફી પત્ર સાથે ડીઝીટલ સિગ્નેચરની વ્યવસ્થા કરી છે. આવતીકાલથી જ આ અમલી બનશે. વર્ષે ત્રણ હજારથી વધારે ઉદ્યોગોને આનો લાભ મળશે. કોઈને પણ ઓફિસમાં જવાની જરૂર નથી. સરળતાથી પ્રમાણપત્ર મળશે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તરફ ગુજરાતે વધુ એક પહેલ કરી છે.વિદ્યુત શુલ્ક માફીની અરજીઓ ઓનલાઇન મંજૂર કરતા પોર્ટલનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ..સાથો સાથ ઓનલાઇન વિદ્યુત શુલ્ક માફીનો રાજ્યવ્યાપી અમલ કરીન લાભ મેળવનારા એકમોનો રિવ્યૂ પણ કરાશે..આ અંગેનું પ્રમાણપત્ર ર૪ કલાકમાં જ મળી જશે..અરજદારોને ગાંધીનગર સુધી આવવું નહી પડે.

રાજ્ય બહારના દેશ-વિદેશના રોકાણકારોને ઓનલાઇન માફી સુવિધા મળતાં રાજ્યમાં રોકાણ માટેનું આકર્ષણ પણ વધશે..ખોટી માહિતી કે દસ્તાવેજોથી લાભ મેળવનારા સામે ૧૮ ટકા વાર્ષિક વ્યાજ વસુલવા સાથે મેળવેલા લાભ રદ કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સૌરભભાઇ પટેલે ઉમેર્યુ કે સમગ્ર રાજ્યમાંથી દર વર્ષે વીજ કર માફી માટેની અંદાજે ૩ હજાર જેટલી અરજીઓ આવે છે. વાર્ષિક ધોરણે આશરે નવ હજાર મિલીયન યુનિટ પર વીજ કર માફીનો લાભ રાજ્ય સરકાર આપે છે. જે દ્વારા ઊદ્યોગોને દર વર્ષે લગભગ ૯૦૦ કરોડ રૂપિયાનો લાભ મળે છે.

READ ALSO

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!