GSTV

રાહુલ ગાંધીને રાજ્યપાલ મલિકનો વળતો જવાબ: કહ્યું- મારા નિમંત્રણને વ્યાપાર સમજી બેઠા

Last Updated on August 26, 2019 by

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ત્યાંની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાહુલ ગાંધી શ્રીનગર ગયા હતા. પરંતુ જમ્મુ-કાશ્મીર પ્રશાસને તેમને અને વિપક્ષના પ્રતિનિધિ મંડળને બહાર ન નીકળવા દીધા અને શ્રીનગર એરપોર્ટથી જ દિલ્હી પરત મોકલી દીધા. ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે રાહુલ ગાંધી મારા નિમંત્રણને એક વેપાર સમજી બેઠા.

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલે જણાંવ્યું કે, રાહુલ ગાંધી મારા આમંત્રણને વેપાર સમજી બેઠા. મેં કહ્યું હતું કે, તમે જો અમારો વિશ્વાસ ન કરો તો આવો કાશ્મીર ખીણનો પ્રવાસ કરો. ત્યારબાદ તેમણે કહ્યું કે હું નજરકેદ રહેલા નેતાએ અને સેના સાથે મુલાકાત કરીશ. આ તમામ વાતો વિશે મેં કહ્યું કે આ તમામ શરતો હું સ્વીકારી શકું નહિં અને તે બાબત પ્રશાસન પર છોડી દઇશ.

રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, કલમ 370ને નાબૂદ કરી દીધી છે. આ સાથે જ આગામી દિવસોમાં અમે કાશ્મીરનાં લોકો માટે એટલું કામ કરીશું કે દુનિયાનાં લોકો જોતા રહી જશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ કે આવનારા દિવસોમાં જે બદલાવ અને વિકાસ થશે તે જોઇને પીઓકેનાં લોકો કહેશે કે જીંદગી જીવવા માટે જમ્મુ-કાશ્મીર સૌથી સારી જગ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે , કોગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ અન્ય વિપક્ષી નેતાઓ શનિવારે બપોરે કાશ્મીરમાંથી કલમ 370નાં ખંડ 1 અને ખંડ 2 હટાવાયા બાદ ત્યાંની સ્થિતીનો તાગ મેળવવા માટે શ્રીનગર પહોંચ્યાં હતાં. જો કે પ્રશાસને તમામ નેતાઓને શ્રીનગર એરપોર્ટ પર જ અટકાવી દીધા હતાં. તેમજ આ મામલે હંગામો થયો ત્યારબાદ તમામને પરત દિલ્હી મોકલવામાં આવ્યા હતાં.

READ ALSO

Related posts

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta

હદ છે / વિદ્યાર્થીઓને સ્કૂલમાં ટોયલેટ જવા માટે બતાવવું પડશે ડોક્ટરનું પ્રિસ્કીપશન, શાળાના વિચિત્ર નિયમોથી વાલીઓ પરેશાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!