GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ અડાલજ ખાતે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો શુભારંભ

અષાઢી બીજના પાવન દિને ગાંધીનગર નજીક અડાલજ ખાતે યોજાયેલી રથયાત્રાને રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ પહિંદવિધિ કરી શુભારંભ કરાવ્યો હતો.

અષાઢ સુદ બીજ એટલે રથયાત્રાનો પાવન ઉત્સવ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૫ના દિનની મંગલ સવારે જગન્નાથ મંદિર અડાલજ ખાતે રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાની પહિંદવિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની એડવાઇઝરી કમિટીના સભ્ય શ્રી ડૉ. એસ.કે.નંદા, શ્રી મહેશ્વર શાહુ, શ્રી બદ્રી મહાપાત્ર સહિત ગાંધીનગર ઉડિયા સમજના નાગરિકો તથા શહેરીજનોએ ઉત્સાહભેર પ્રભુ જગન્નાથજીને રથમાં બિરાજમાન કર્યા હતા અને ભક્તિભાવપૂર્વક રથયાત્રામાં જોડાયા હતા.

રાજ્યપાલશ્રીએ પ્રભુ જગન્નાથના રથની આસપાસ સોનાની સાવરણીથી રથની સ્વચ્છતા કર્યા બાદ વિધિવત પૂજન કર્યું હતું. ભગવાન શ્રી જગન્નાથ દેવની રથયાત્રા પ્રસંગે ભક્તજનોને રાજ્યપાલશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Read Also

Related posts

નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે 42 ગામોને અપાયુ એલર્ટ

Nilesh Jethva

અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં GRD જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, PSI સહિત ત્રણ પોલીસકર્મી પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ભાવનગર: પાલિતાણાનાં વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!