GSTV
Home » News » રાજ્યપાલ કલ્યાણસિંહ ‘આપણે બધા ભાજપના કાર્યકર્તાઓ છીએ’ કહી મોટી મુસીબતમાં ફસાયા

રાજ્યપાલ કલ્યાણસિંહ ‘આપણે બધા ભાજપના કાર્યકર્તાઓ છીએ’ કહી મોટી મુસીબતમાં ફસાયા

રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ પર કાર્યવાહી થઈ શકે છે. તેમની પર વડાપ્રધાન મોદીનાં સમર્થનમાં ચુંટણી પ્રચાર કરી આચારસંહીતા ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિએ કલ્યાણ સિંહ પર કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલયને ફાઈલ સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે 2 એપ્રિલે ચુંટણીપંચે નિવેદન આપ્યું હતું કે, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં એક નિવેદન આપીને ચુંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યુ હતુ. ચુંટણી પંચે આ મામલે પોતાની તપાસ પુર્ણ કરી છે અને તેમના નિષ્કર્ષ નિર્ણયને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. બીજેપીના કાર્યકર્તાઓને રાજ્યપાલ કલ્યાણ સિંહે નિવેદન આપ્યુ હતું કે નરેન્દ્ર મોદીએ ફરીથી પીએમ બનવું જોઈએ સમાજને તેમની જરૂરત છે.

ચુંટણી પંચનાં સુત્રોએ મંગળવારે જણાવ્યું હતુ કે આ મામલે કરવામાં આવેલી તપાસ સંપુણ પણે પુર્ણ થઈ છે. તપાસની પુષ્ટી કર્યા પછી તેમણે જણાવ્યું કે કલ્યાણ સિંહ દેશના એક બંધારણીય પદ પર બિરાજમાન છે. તેથી ચુંટણી પંચે કરેલી તપાસનો રિપોર્ટ રાષ્ટ્રપતિને પત્ર લખીને જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહે હમણાં જ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ને લોકસભાની ચુંટણીમાં ભાજપાને જીતાવવાની અપીલ કરી હતી. જેમાં આચાર સંહિતા અમલમાં હોય ત્યારે ચુંટણી પંચ તેને બંધારણીય સ્થાને બેઠેલા વ્યક્તિનું રાજકીય નિવેદન માનવામાં આવે છે. કલ્યાણ સિંહે તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે “આપણે બધા ભાજપાના કાર્યકર્તા છે.”મોદીજી ફરીથી પ્રધાનમંત્રી બને.

આ અંગેની માહીતી લઈને, ચુંટણી કમિશને અલિગઢના જિલ્લા કલેકટર પાસેથી આ બાબતની વિગતવાર માહિતી માંગી હતી. તેમની તપાસમાં સિહં વિરદ્ધ કરવામાં આવેલા આરોપોની પુષ્ટી કરવામાં આવી છે. તે પહેલા 1990માં હિમાચલ પ્રદેશનાં તત્કાલીન રાજ્યપાલ ગુલશેર અહમદનાં દ્વારા તેમના દિકરા માટે પ્રચાર કરવા પર ચુંટણી કમિશને નારાજગી વ્યકત કરી હતી.ત્યાર પછી અહમદે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!