અકસ્માતનાં બનાવોમાં અંકુશ મેળવવા માટે પોર્ટસ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે જાહેરનામું બહાર પાડીને વાહનોની મહત્તમ ગતિ મર્યાદા જાહેર કરી છે. એક્સપ્રેસ હાઈવે પર કારની મહત્તમ ગતિ 120 કિમી નક્કી કરાઈ છે. તો ફોરલેન અને ટેસ્ટ હાઈવે ઉપર 90-100 કિમીની ઝડપે વાહનો દોડાવી શકાશે નહી. ગતિમર્યાદાના નિયમનો ભંગ કરનાર વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવશે.
આઠ મુસાફરો લઈ જતાં ફોર વ્હીલર્સ
- એક્સપ્રેસ-વે પર કલાકદીઠ મહત્તમ 120 કિલોમીટરની ઝડપે
- ફોરલેન નેશનલ અને સ્ટેટ હાઈવે પર 100 કિમી
- સ્ટેટ હાઈવે પર 80 કિમી કલાકદીઠ
- મ્યુનિસિપલ લિમીટમાં આવતા રસ્તા પર 70 કિમી
- જીલ્લાનાં મુખ્ય રસ્તા પર 65 કિમી કિમી
- જીલ્લાનાં અન્ય રસ્તા પર 60 કિમી
- ગામડાનાં રોડ પર કલાક દીઠ 50 કિમીની ઝડપે વાહનો દોડી શકશે.

નવ કે તેથી વધારે મુસાફરોને લઈને જતાં ફોર વ્હીલર્સ
- એક્સપ્રેસ વે પર કલાકદીઠ 100 કિમીની ઝડપ
- ફોરલેન નેશનલ અને સ્ટેટ હાઈવે પર 90 કિમી
- સ્ટેટ હાઈવે પર 75 કિમી કલાકદીઠ
- મ્યુનિસિપલ લિમીટમાં આવતા રસ્તા પર 60 કિમી
- જીલ્લાનાં મુખ્ય અને અન્ય રસ્તા પર 60 કિમી
- ગામડાનાં રોડ પર કલાક દીઠ 50 કિમીની ઝડપે વાહનો દોડી શકશે.

સામાન લઈને જતાં વાહનો માટે સ્પીડ લીમીટ
- એક્સપ્રેસ વે પર કલાકદીઠ 80 કિમીની ઝડપ
- ફોરલેન નેશનલ અને સ્ટેટ હાઈવે પર 80 કિમી
- સ્ટેટ હાઈવે પર 70 કિમી કલાકદીઠ
- મ્યુનિસિપલ લિમીટમાં આવતા રસ્તા પર 60 કિમી
- જીલ્લાનાં મુખ્ય અને અન્ય રસ્તા પર 50 કિમી
- ગામડાનાં રોડ પર કલાક દીઠ 40 કિમીની ઝડપે વાહનો દોડી શકશે.
જ્યારે ટ્રેક્ટર માટે રોડ પર કોઈ મહત્તમ ગતિમર્યાદા 30થી 40 કિમી નિશ્ચિંત કરવામાં આવી છે. મોટરસાઈકલ અને થ્રી વ્હીલર્સ સહિતનાં અન્ય વાહનો એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ શકશે નહી. આ વાહનો માટે નેશનલ અને સ્ટેટ હાઈવે પર ગતિમર્યાદા 50 થી 60 કિમલોમીટર, મ્યુનિસિપલ લિમિટ અને જીલ્લાનાં રસ્તા પર 50 કિમી ઉપરાંત ગા4મડાનાં રસ્તા પર કલાકદીઠ મહત્તમ ગતિ 40 કિમી નક્કી કરવામાં આવી છે.

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….