GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

કેબિનેટ સચિવ, રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ રોગચાળો સામે લડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે જાહેર કરેલા વર્તમાન 21 દિવસથી વધુ લોકડાઉન લંબાવાની કોઈ યોજના નથી. કેબિનેટ સેક્રેટરીની આ જાહેરાતથી લોકોને રાહત જરૂર મળશે, કારણ કે હાલના દિવસોમાં લૉકડાઉનને લઈને અટકળોનું બજાર ગરમ છે. અનેક રિપોર્ટ અને મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે, દેશમાં લૉકડાઉનનો સમય વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસને લઈને દેશમાં ઘણી દહેશત છે. કેન્દ્ર સરકારે પહેલા એક દિવસ માટે “જનતા કરફ્યૂ”નું એલાન કર્યું. જે બાદ 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી દેશમાં લૉકડાઉન લાગૂ કર્યો છે. કોવિડ -19ને રોકવા માટે આયોજન અને અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સરકારે 11 અમ્પાવર્ડ ગ્રૂપની રચના પણ કરી છે. 11 ટીમોમાં 80 વરિષ્ઠ સિવિલ સેવકો સામેલ થશે. ભારતમાં કેસની કુલ સંખ્યાએ 1,100 નો આંકડો પાર કર્યો છે.

દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 1139 લોકો કોરોનાથી પીડિત છે, જેમાંથી 30 લોકો મૃત્યુ પામ્યા છે. મોદી સરકારે કોરોના અંગે 11 કમિટીઓની રચના કરી છે. આ કમિટીની જવાબદારી કોરોનાને કારણે થતી કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની છે.

ગૃહ મંત્રાલય દ્વારા રવિવારે સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમિતિઓમાં મોદી સરકારના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાન માટે પ્રથમ સમિતિની રચના કરવામાં આવી છે. તેનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય ડો. વી. પોલ કરી રહ્યા છે.

આ ઉપરાંત બીજી કમિટીની રચના હોસ્પિટલ, આઈસોલેશન અને ક્વોરેન્ટાઈનની ઉપલબ્ધતા માટે અને રોગના નિરીક્ષણ, પરીક્ષણ અને ક્રિટીકલ કેર ટ્રેનિંગ માટે કરવામાં આવી છે. આ સિવાય લોકોને તબીબી ઉપકરણો, ખાદ્યપદાર્થો અને દવાઓની સુવિધા, ખાનગી ક્ષેત્ર અને એનજીઓ સાથે સંકલન અને લોકડાઉન માટે સમિતિઓ બનાવવામાં આવી છે.

ભારતમાં કોરોનાના 1100થી વધુ દર્દીઓ

ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસ ધરાવતા દર્દીઓની સંખ્યા એક હજાર 100ને પાર કરી ગઇ. જ્યારે કે અત્યાર સુધી કુલ 27 લોકોના મોત નિપજ્યા છે.  દેશમાં 15 માર્ચ બાદ કોરોનાના પોઝિટીવ કેસમાં ઝડપથી વધારો નોંધાયો છે.13 દિવસમાં જ 900થી વધુ પોઝીટિવ કેસ દાખલ થયા છે. દેશમાં 14 માર્ચ સુધી ફક્ત 100 કેસ નોંધાયા. પરંતુ ત્યાર બાદ કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાયો. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં ખૂબ જ ઝડપથી કેસ વધી રહ્યા છે. 85 દર્દીઓ કોરોનાના ચેપ બાદ સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ દર્દીઓ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ ઉપરાંત કર્ણાટક, તેલંગાણા, ગુજરાત , યુપીમાં, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશમાં પણ કેસ નોંધાયા છે.

દુનિયાભરમાં 33 હજારથી વધુનાં મોત

ચીનના વુહાન શહેરમાંથી ઉદ્ભવેલો કોરોના વાયરસ હવે વિશ્વના લગભગ 183 દેશોમાં ફેલાયો છે. વિશ્વભરમાં 33 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. ડિસેમ્બરમાં ચીનમાં પહેલો કેસ પ્રકાશમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 7 લાખ 11 હજાર લોકોને તેનો ચેપ લાગ્યો છે. તેમાંથી 1 લાખ 48 હજાર લોકો સાજા થયા છે.

કોરોનાથી અમેરિકા સૌથી વધારે પ્રભાવિત

દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ કોરોનાનો શિકાર બન્યો છે. અમેરિકામાં કોરોનાનો ચેપ લગભગ 1 લાખ 40 હજાર લોકોને લાગ્યો છે. ફક્ત ન્યૂયોર્ક શહેરમાં જ લગભગ 50 હજાર દર્દીઓ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 2445 લોકોનાં મોત થયા છે.

Related posts

કોરોના ક્રાઈસીસની દેખાઈ અસર, રેલ્વેએ નવી ભરતી ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

પીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો ખેડૂતોને યોજનાનો લાભ મળશે કે નહીં, આ છે નિયમો

Dilip Patel

સમુદ્ર કિનારે કરાવી રહ્યાં હતા લગ્નનું ફોટોશૂટ, એટલામાં આવ્યું મોટુ મોજુ, જાણો પછી શું થયું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!