GSTV
Home » News » કાશ્મીરનાં અલગતાવાદી નેતાઓ સામે સરકારની લાલ આંખ,વાંચો વિગતે

કાશ્મીરનાં અલગતાવાદી નેતાઓ સામે સરકારની લાલ આંખ,વાંચો વિગતે

kashmir separatists

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનનાં ઘરમા ઘુસીને એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાર તણાવભરી સ્થિતી છે. જો કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટા ભારત સરકારે અનેક પગલા ભર્યા છે. જેમાં એમએફએન નો દરજ્જો છીનવી લેવાયો છે. તેમજ પાકિસ્તાનમાં મોકલવામાં આવાતા સામાનમાં પણ ભાવ-વધારો કરીને પાકિસ્તાનની કમર તોડી નાંખવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ સિવાય પણ અન્ય પગલા ભરીને પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. અહીં ભાગલાવાદી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રંટ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. જેકેએલએફનું સંચાલન ભાગલાવાદી નેતા યાસિન મલિક દ્વારા થઇ રહ્યું છે. તેના ઉપર આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવવાનો તેમજ દેશવિરોધી પ્રવૃતિમાં સામેલ હોવાના આરોપ લાગી ચુક્યા છે.

JKLF ઉપર એન્ટી ટેરર એક્ટ હેઠળ કાર્યવાહી થઇ છે. તાજેતરમાં જ તપાસ એજન્સીઓ દ્વારા કરાયેલી તપાસમાં યાસિન મલિકનાં નિવાસ સ્થાને વિદેશ મુદ્રા જપ્ત થઇ હતી. તેની ઉપર હવાલા મારફત નાણા એકત્ર કરવાનો પણ આરોપ છે.

READ ALSO  

Related posts

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari