GSTV
India News Trending

રાજકારણ / બંધારણને બદલે કેન્દ્રને વફાદાર રહેલા આ રાજ્યપાલોને કારણે સરકારો પડી ભાંગી છે?

ઉદ્ધવ અને શિંદેના વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભૂમિકાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. ભારતના રાજકરણમાં આ અગાઉ પણ અનેક બનાવ આવા બન્યા છે.હરિયાણમાં 1982માં મુખ્ય પ્રધાન ચૌધરી દેવીલાલની પીઠ પાછળ કોંગ્રેસના જ ભજનલાલે વિધાનસભ્યોને તોડીને રાજ્યપાલ સામે પરેડ કરાવીને સરકાર બનાવતા નારાજ થયેલા દેવીલાલે રાજપાલ ગણપતરાવ દેવજીને ગવર્નર ચેંબરમાં તમાચો ઝીકો દીધો હતો. 1983માં આંધ્ર પ્રદેશના રાજ્યપાલ ઠાકુર રામલાલે તત્કાલીન તેલુગુ દેશમ પાર્ટીના એનટીરામ મુખ્યમંત્રી સારવાર માટે અમેરિકા ગયા હતા ત્યારે તેમની સરકાર ભંગ કરાવીને નાણાપ્રધાનને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. બબાલ મચતા તેમની ટ્રાન્સફર થઈ હતી.

1988માં કર્ણાટકમાં એસઆર બોમ્મઈની સરકારને રાજ્યપાલ પી. વેંકેટસુબૈયાએ બહુમત નહીં હોવાનું કહીને ભંગ કરાવી હતી. 2005માં ઝારખંડમાં રાજ્યપાલ સૈયત સિબ્તેએ બહુમતી મેળવનારા ભાજપને બદલે કોંગ્રેસ અને તેના સાથીદારને સરકાર રચવાનું આમંત્રણ આપી તેમના મુખ્ય પ્રધાનને શપથ દેવાડી દીધા હતા. 1998માં કલ્યાણસિંહ સરકાર સામ બળવો થતા રાજયપાલ રોમેશ ભંડારીએ તેમને હટાવી જગદંબિકા પાલને મુખ્ય પ્રધાન બનાવી દીધા હતા.

READ ALSO

Related posts

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel
GSTV