કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૮૨ લાખ પેન્શનરોને લાભ થશે. આ માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે આપી હતી.
સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. ૯૪૮૮ કરોડ રૂપિયાનો બોજ પડશે. આ અગાઉ જુલાઇમાં સરકારે ડીએ(મોંઘવારી ભથ્થા)ના વધારા પરનો બ્રેક દૂર કર્યો હતો અને ડીએ ૧૭ ટકાથી વધારી ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક જાન્યુઆરી, ૨૦૨૦, એક જુલાઇ, ૨૦૨૦ અને એક જાન્યુઆરી, ૨૦૨૧નો ડીએમાં વધારો કર્યો ન હતો.
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોૅઘવારી ભથ્થું(ડીએ) અને પેન્શનર્સ માટેની મોંઘવારી રાહત(ડીઆર)માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએ ૨૮ ટકાથી વધારી ૩૧ ટકા કરવામાં આવ્યો છે. જુલાઇ, ૨૦૨૧થી ૩૧ ટકા ડીએ ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઇમાં વધારો કરવામાં આવે છે. આ અગાઉ જુલાઇ મહિનામાં કેન્દ્ર સરકારે ડીએના ત્રણ પેન્ડિંગ વધારા જાહેર કર્યા હતાં અને જાહેરાત કરી હતી કે એક જુલાઇ, ૨૦૨૧થી ડીએ ૧૭ ટકાને બદલે ૨૮ ટકા ચુકવવામાં આવશે. એટલે કે ડીએમાં એક સાથે ૧૧ ટકાનો વધારો કર્યો હતો. હવે સરકારે આજે એક જુલાઇ, ૨૦૨૧થી ડીએમાં વધુ ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી છે ત્યારે જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો ડીએનો ત્રણ ટકાનો વધારો એરિયર્સ પેટે ચુકવવામાં આવશે.
Read Also
- વડોદરાની ઐતિહાસીક વિશ્વામિત્રી નદી અને તળાવના હાલ અત્યંત બેહાલ, ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે
- LGનો 15 હજાર રૂપિયાનો માસ્ક, તમારા શ્વાસની કરશે ગણતરી અને હવાને કરશે સાફ
- મોટા સંકેત/ કોંગ્રેસે સંગઠનમાં મોટા બદલાવની કરી છે તૈયારી, રણદીપ સૂરજેવાલાની મીડિયા ડિપાર્ટમેન્ટથી છુટ્ટી?
- હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં હિંસાનો વિવાદનો મામલો, બહુમતી ધરાવતા પક્ષની પણ મુશ્કેલીઓ વધી
- ઈરાક યુદ્ધનો બદલો લેવાના હેતુથી ઘડાયેલુ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની હત્યાનુ કાવતરુ નિષ્ફળ : FBI