GSTV
Business Trending

પોસ્ટ ઓફિસ, PPF સહિતની નાની બચત યોજનાના વ્યાજ દર પર સરકારનો મોટો નિર્ણય, કરોડો લોકોને થશે ફાયદો

sbi savings plus account

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમ (Post Office Small Saving Scheme) પીપીએફ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme) અને એનએસસી (NSC) જેવી યોજનાઓમાં રોકાણ કરનારાઓને મોટી ભેટ આપી છે.

સરકારે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમને જણાવી દઈએ કે, સરકાર નાની બચત યોજનાઓ એટલે કે Small Savings Schemeનું વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. આ ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન થતાં હવે જુના દરો 1 ઓક્ટોબર 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી લાગુ થશે.

નાની બચત યોજનાઓનું વ્યાજ દર

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Account)માં 8.4 ટકાના દરે વ્યાજ મળવાનું ચાલુ રહેશે.

જ્યારે વરિષ્ઠ નાગરિક યોજના (Senior Citizen Savings Scheme)માં 8.6 ટકાના દરે વ્યાજ મળશે.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ (NSC) પર 7.9 ટકાના દરે વ્યાજ મળતું રહેશે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના, પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના એ એવી યોજનાઓ છે જે નાના રોકાણકારોને સારું વળતર આપે છે. ઉપરાંત એકથી ત્રણ વર્ષના “પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ” પર 6.9 ટકાના દરે વ્યાજ દર રહેશે.

ઉપરાંત 5 વર્ષની ટર્મ ડિપોઝિટ માટે 7.7 ટકા વ્યાજ દર રહેશે. પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) માટે 7.2 ટકા વ્યાજદર લાગુ રહેશે. પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની માસિક આવક યોજના (Post Office Monthly Income Scheme Account)માં પણ 7.6 ટકા વ્યાજ દર લાગુ રહેશે.

કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra Account) એકાઉન્ટ ધરાવતા રોકાણકારોને 7.6 ટકાનું વ્યાજ દર મળતું રહેશે.

Read Also

Related posts

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ

Hina Vaja

અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા

Kaushal Pancholi
GSTV