GSTV

ઓગસ્ટમાં સરકાર 9.5 કરોડ લોકોના ખાતામાં નાખશે રૂપિયા 2000, કરી લેજો ચેક

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આગામી 2000 રૂપિયાનો હપ્તો ઓગસ્ટમાં મળશે. આ હપ્તો સાડા 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર આ છઠ્ઠો હપ્તો હશે. યોજના હેઠળ તમામ નાના અને સીમાંત ખેડૂત લઘુતમ આવક વળી સહાયતાના રૂપમાં વાર્ષિક 6000 રૂપિયા મળવા પાત્ર છે. ખેડૂતોને 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આ રકમ મળશે.

ઓગસ્ટમાં યોજનાનો છઠ્ઠો હપ્તો ચૂકવવામાં આવશે

કોરોના સંકટ વચ્ચે આગામી મહિને મળનાર આ રકમને લઈને ખેડૂતોને ઘણી રાહત મળશે. એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા પીએમ કિસાન સમ્માન યોજનાના સીઈઓ વિવેક અગ્રવાલે જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે ઓગસ્ટમાં યોજનાનો છઠ્ઠો હપ્તો ચૂકવવામાં આવશે. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9.54 કરોડ ખેડૂતોના દસ્તાવેજ ચકાસી લેવામાં આવ્યા છે.

તો બીજી તરફ, આ પહેલા, જયારે પાંચમો હપ્તો ચુકવવામાં આવ્યો ત્યારે ઘણા કિસાનોએ જેમને યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી તેમના ખાતામાં રકમ જમા  થઇ જ ન હતી. આમ એટલા માટે થયું હતું કે તેમને યોગ્ય રીતે અરજી કરી જ ન હતી. એવામાં જો તમે હમણાં આવેદન કર્યું હોય તો ફરીથી ચેક કરી લેવું કે તમે જે માહિતી આપી છે તે યોગ્ય છે કે નહીં.

14 કરોડ ખેડૂતોને આવરી લેવાનો કેન્દ્રનો લક્ષ્યાંક

જો કોઈ પણ પ્રકારની અસંગતતા જોવા મળશે તો અરજદારના ખાતામાં પૈસા જમા થશે નહીં. વાસ્તવમાં, રજીસ્ટ્રેશન કરતા સમયે અરજદાર તરફથી કરવામાં આવેલી ભૂલોને લીધે તેમનો હપ્તો રોકી દેવામાં આવે છે. જોકે, આવેદનમાં ભુલો સુધારી અરજદાર યોગ્ય રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે. ત્યારબાદ, અટકાવી દેવામાં આવેલ હપ્તો આગામી હપ્તા સાથે ચુકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનું દેશના 14 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક છે.

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!