GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મોદી સરકારનો પ્લાન, મત્સ્ય પાલન પર સરકાર આગામી 5 વર્ષમાં ખર્ચ કરશે 45 હજાર કરોડ રૂપિયા

કેન્દ્ર સરકાર દેશની પ્રથમ રાષ્ટ્રીય મત્સ્ય નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નીતિ હેઠળ આગામી 5 વર્ષમાં મરીન ફિશરીઝ, એક્વાકલ્ચર અને મરીન કલ્ચરના વિકાસ પર 45 હજાર કરોડ રૂપીયા ખર્ચ કરવામાં આવશે. હાલના સમયમાં માત્ર મરીન ફિશરીને લઈને પોલિસી ઉપલબ્ધ છે, જેનું વર્ષનું પ્રોડક્શન લગભગ 4.3 મિલિયન ટન છે, પરંતુ ઈનલેન્ડ ફિશરીને લઈને હાલમાં કોઈ પોલિસી હાજર નથી. જ્યારે ઈનલેન્ડ ફિશરીનું પ્રોડક્શન લગભગ 23 મિલિયન ટન છે.

પોલિસીને મંજૂરી માટે મોકલવામાં આવશે

જો કે, નવી રાષ્ટ્રીય મત્સ્ય પાલન પોલિસીની અંતર્ગત બધા જ પ્રકારના મત્સ્ય પાલન ઉદ્યોગો આવશે. જે હેઠળ ન માત્ર અસંગઠિત મત્સ્ય પાલન ઉદ્યોગ આવશે, પણ મરીન, એક્વાકલ્ચર અને મરીનકલ્ચરની સાથે જ ટ્રેસબિલિટિ મુદ્દાઓને હલ કરવામાં મદદ મળશે. આ ડ્રાફ્ટ પોલિીને જલ્દી જ મંજૂરી માટે કેબિનેટની પાસે મોકલવામાં આવશે, તેવામાં દેશને એક સ્થાયી મત્સ્ય પોલીસી મળશે.

જલ્દી આવશે નિતિ

અત્યાર સુધી દેશમાં મત્સ્ય પાસનને લઈને એક સ્કીમ અમલમાં હતી, જેની સમયમર્યાદા 5 વર્ષ માટે હતી, તો બીજી તરફ મત્સ્ય પાલનને લઈને આંશિક રીતે વિશ્વ બેન્ક તરફથી ફંડ જાહેર કરવામાં આવે છે, જે 8 વર્ષ માટે હોય છે. તેવામાં પોલિસી આવવાથી આ સમસ્યાનું સમાધાન થઈ જશે. મત્સ્ય પાલનને લઈને જુલાઈ 2019માં ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા’ નામની એક યોજના શરૂ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ ઉપર કરી સહી

Mansi Patel

જીપીએસસીના વિવાદાસ્પદ પરિપત્રને લઇને હાઇકોર્ટ બુધવારે આપી શકે છે ચુકાદો, 93 ટકા પોસ્ટની ભરતી છે અટકેલી

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા શહેરના આ એકમોને સીલ કરવામાં આવતા ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!