ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મોદી સરકાર લાવી રહી છે આ નવો નિયમ, જાણી લો નહી તો ભરાશો

તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને મોદી સરકાર એક નવો નિયમ લાવી રહી છે. દેશભરમાં હવે એક સમાન ડ્રાઇવિંગ લાઇસન્સ હશે. તમામ પ્રદેશો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી જારી થતાં નવા ડ્રાઇવિંગ લાઇસન્સ હવે એક જેવા હશે. યુનિફોર્મ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સરકાર ટૂંક સમયમાં નવો નિયમ લાગુ કરી શકે છે. નવી વ્યવસ્થા હેઠળ દેશભરમાં એક જેવા જ કાર્ડ હશે. તેનો રંગ, લુક, ડિઝાઇન અને સિક્યોરિટીફિચર્સ બધુ જ એકસમાન હશે. આ સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ હશે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે જ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ સંબંધિત રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવતો હતો જે ન થવું જોઇએ. તેમણે જણાવ્યું કે પ્રત્યેક ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત રાજ્યોથી અલગ-અલગ રંગ અને ફોર્મેટમાં જોવા મળે છે જેમાં આપણે સમાનતા લાવવાની જરૂરિયાત છે.

અધિકારીએ જણાવ્યું કે હાલના લાઇસન્સ ધારકોને નવા લાઇસન્સ સાથે બદલવાનો વિકલ્પ આપવાનો રહેશે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિપ્લેસ કરવુ સ્વૈચ્છિક હશે. નવા લાઇસન્સના ફોર્મેટ એકસમાન હશે.

યુનિફોર્મ ડ્રાઇવિંગ લાઇસન્સ ચિપમાં પ્રિન્ટ કરવામાં આવેલી તમામ વિગતો સેવ હશે. તેમાં ચાલક દ્વારા પરિવહન નિયમોનો ઉલ્લંઘન કરવા પર લાગેલા ગુના અને ચાલાનની જાણકારી પણ આપવામાં આવી હશે જેથી ક્યારેય કોઇ ચાલક નિયમનો ભંગ કરે કે ગુનો કરવા પર તેનો જૂનો રેકોર્ડ જોઇ શકાય. આ સાથે જ તેમાં ટેક્સ, વીમો અને પીયૂસીની પણ જાણકારી આપવામાં આવી હશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter