GSTV

મોટી જાહેરાત / સરકાર ટૂંક સમયમાં નવી સહકારિતા નીતિ લાવશે, 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા પર નજર

Last Updated on September 25, 2021 by Zainul Ansari

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સહકારિતા નીતિ લાવવાની તૈયારી કરી રહી છે. સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે પ્રથમ રાષ્ટ્રીય સહકારિતા સમ્મેલનને સંબોધિત કરતા તેની જાહેરાત કરી. સામાન્ય બજેટ-2021માં સરકારે સહકારિતા મંત્રાલયની રચનાની જાહેરાત કરી હતી.

amit-shah

શાહે જણાવ્યું કે સહકારિતા આંદોલન આજે વધુ સુસંગત છે અને સહકારી સંસ્થાઓ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેમણે જણાવ્યું કે સરકાર 5,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્ય પર આગળ વધી રહી છે અને સહકારી ક્ષેત્ર આ લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રને મજબૂત અને આધુનિક બનાવવા માટે સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. ઇન્દિરા ગાંધી ઇડોર સ્ટેડિયમમાં સહકારિતા સમ્મેલનનું આયોજન ઇફકો, ભારતીય રાષ્ટ્રીય સહકારી મહાસંઘ, અમૂલ, સહકાર ભારતી, નાફેડ અને કૃભકો દ્વારા કરવામાં આવ્યું છે. શાહે જણાવ્યું કે સહકારિતા આંદોલનને મજબૂત કરવા માટે કેન્દ્ર રાજ્યો સાથે મળી કામ કરશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!