પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી રાખી દીધી છે. મોદી સરકાર પણ જનતાના આ દર્દને સમજી રહી છે. સમાચાર છે કે, મોદી સરકાર પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા પર વિચાર કરી રહી છે. જો આવુ બન્યુ તો આ મોંઘવારીથી અકળાઈ ગયેલી જનતા માટે મોટી રાહત હશે.
સરકાર ઘટાડશે એક્સાઈઝ ડ્યૂટી
પેટ્રોલ-ડિઝલની કિંમતો આસમાન પર છે. દિલ્હીમાં પેટ્રોલ 85 રૂપિયા અને ડીઝલ 75 રૂપિયા લીટરની પાર પહોંચી ગયુ છે. મુંબઈમા તો પરિસ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં પેટ્રોલ 92 રૂપિયા લીટર વેંચાઈ રહ્યું છે તો, ડીઝલ પણ રેકોર્ડ ઉંચાઈ પર છે. આ વચ્ચે મોદી સરકાર એક્સાઈજ ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય એ વાતની ભલામણ પહેલા જ કરી ચૂક્યું છે. માનવમાં આવી રહ્યું છે કે, જલ્દી જ એક્સાઈઝ ડ્યૂટમાં કપાતની જાહેરાત કરી શકાય છે.

અસમાન પર છે કાચુ તેલ
કોરોનાકાળમાં બ્રેંટ ક્રૂડની કિંમત છેલ્લા વર્ષે 19 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. તેનું મુખ્ય કારણ દુનિયાના ઘણા દેશમાં લોકડાઉન અને આંદોલન પર પ્રતિબંધ રહ્યો. એક વર્ષ બાદ ક્રૂડ ઓયલની કિંમત લગભગ 3 ગણી થઈ ગઈ છે. 22 જાન્યુઆરી 2021ના બ્રેંડ ક્રૂડની કિંમત 55.37 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ. જેના કારણે પેટ્રોલ ડીઝલ સતત મોંઘુ થતું જઈ રહ્યું છે. સૌથી મોંઘા કાચા તેલની વાત કરીએ તો ઓક્ટોબર 2018માં કાચા તેલની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી જે સૌથી વધારે હતી.
જાણો સરકાર કેટલી વસૂલે છે એક્સાઈઝ ડ્યૂટી
છેલ્લા વર્ષે માર્ચ મહિનામાં સરકારે પેટ્રોલિયમ પદાર્થો પર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી હતી. માર્ચ 2020 પહેલા 1 લીટર પેટ્રોલ પર 19.98 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગતી હતી. જેના પર સરકારે 13 રૂપિયા લીટરનો વધારો કરી દીધો હતો. હાલમાં 1 લીટર પેટ્રોલ પર કુલ 32.98 પૈસાની એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. જ્યારે ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. માર્ચ 2020 પહેલા ડીઝલ પર 15.83 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી લાગતી હતી. એક અનુમાન પ્રમાણે પેટ્રોલ-ડીઝલની કિંમત 1 રૂપિયા વધારવા પર સરકારને 14 હજાર 500 કરોડ રૂપિયાની કમાણી થાય છે.

શા માટે વધારવો પડે છે ટેક્સ
કોરોનાકાળમાં રેવેન્યૂ કલેક્શન ઘણો નીચે આવી ગયો હતો. કેન્દ્રની સાથે ઘણા રાજ્યોએ પણ રાજસ્વ વધારવાના ઈરાદાથી ટેક્સ વધારી દીધો હતો. હાજર સમયમાં દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલ પર 62 ટકા અને ડીઝલ પર 57 ટકા ટેક્સ સરકાર વસૂલી રહી છે. જે પોતાનામાં એક રેકોર્ડ છે. સરકારની કોશિશ છે કે, આ ટેક્સમાં કપાત કરી જનતાન થોડી રાહત આપવામાં આવશે.
READ ALSO
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન
- IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો
- ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર
- સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો
- બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ