સિંહોના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકારે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ છે. અને 17 હજારથી વધુ ખુલ્લા કુવાને ઢાંકવા માટે સરકાર ગ્રામજનોને સબસીડી આપશે. દરેક કુવો ઢાંકવા 16 હજાર રૂપિયાની સબસીડી આપશે તેમ પણ કહ્યુ છે. ખુલ્લા કુવાને ઢાંકવા માટે ત્રણ જિલ્લાઓમાં સરકાર સેવાસેતુ કાર્યક્રમમાં બહોળો પ્રચાર કરશે તેમ પણ કહ્યું છે.
સિંહોના મોત પર જવાબ આપતા હાઈકોર્ટમાં સરકારે કહ્યુ છે કે, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં 50,517 કુવા ખુલ્લા હતા.ફોરેસ્ટ વિભાગે 32,559 કુવા નજીક દિવાલ બનાવી હોવાનો પણ ઉલ્લેખ છે. 03 જિલ્લામાં હજુ 17,958 કુવા કવર કરવાના બાકી છે. અને તે માટે સરકાર સેવા સેતુ યોજનાથી લાભ લેવા ખેડૂતોને સમજાવવામાં આવે છે.