GSTV
Gujarat Government Advertisement

સીનિયર સીટિઝનને મોદી 2.0 ની વેલેન્ટાઈન ગીફ્ટ, હવે દર મહિને પેન્શનમાં થશે આટલા રૂપિયાનો વધારો

Last Updated on January 27, 2020 by Ankita Trada

નેશનલ સોશિયલ આસિસ્ટેન્ટ પ્રોગ્રામમાં સરકાર ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દરખાસ્તને જો લાગુ કરવામાં આવી તો, સીનિયર સિટિજન્સ, વિધવ મહિલાઓ અને દિવ્યાંગોને વધારે પેન્શન મળી શકશે. સીનિયર સિટિઝન કેટેગરીમાં 80 વર્ષથી વધારે વૃદ્ધ લોકોને હાલમાં દર મહિને પેન્શન તરીકે 500 રૂપીયા મળી રહ્યા છે. ત્યારે આ નવી ઓફરનો અમલ થયા બાદ તેમને દર મહિને 1 હજાર રૂપિયાનું પેન્શન મળશે, સાથે જ 79 વર્ષ સુધીના સીનિયર સિટિઝનને દર મહિને 500 રૂપિયા મળશે, જે હાલમાં તેમને 200 રૂપિયા મળી રહ્યા છે.

માહિતી પ્રમાણે, એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, પેન્શન સ્કીમમાં ફેરફારની અરજી રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ કરી છે. આ સ્કીમમાં પેન્શનને મોંઘવારી સાથે જોડવાની વાત કરવામાં આવી હતી. સાથે જ વાસ્તવિક લાભોને ઓળખવા માટે સોશિયલ ઈકોનોમિક્સ કાસ્ટ સેન્સેસની (SECC) માહિતીનો વપરાશ કરવામાં આવ્યો હતો. વધુમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, હવે આ સ્કીમમાં પૂર્ણ રીતે ફેરફાર કરવા માંગીએ છીએ. આ અરજીનો હેતું જ પેન્શનની રકમને વધારવાનો અને વાસ્તવિક વ્યક્તિની ઓળખાણ માટે SECCને આધાર બનાવવાનો છે. સાથે જ 100 ટકા સીધા લાભ સ્થાનાંતરણ (DBT) ને અપનાવવાનો છે.

SECC લગભગ 2 કરોડ લાભકર્તાઓને વર્તમાન યાદીમાં જોડશે. પેન્શનની પૂરી રકમ સરકારી તિજરીમાંથી નીકળશે, સોશિયલ સિક્યુરિટી માટે NSAP અલગ-અલગ સ્કીમમા 3.1 કરોડ લોકો પર સરકાર દર વર્ષે 9 હજાર કરોડ રૂપીયાથી વધારે ખર્ચો કરે છે. હાલમાં લાભકર્તાઓની ઓળખાણ સુરેશ તેદુંલકર કમિટીની દર્શાવવામાં આવેલ BPL આધાર પર કરવામાં આવી છે.

NSAP સ્કીમની 100 ટકા ફંડિંગ કેન્દ્ર સરકાર કરે છે. જેમાં વૃદ્ધો માટે પેન્શન અને વિકલાંગતા યોજનામાં ખર્ચ થાય છે. જે હેઠળ ગરીબી રેખા નીચે આવતા 60 વર્ષથી 79 વર્ષના વૃદ્ધોને દર મહિને 200 રૂપીયાનું પેન્શન મળે છે અને તેનાથી વધારે ઉંમર ધરાવતા લોકોને દર મહિને 500 રૂપિયા મળે છે.

ઈન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ હેઠળ BPL ની વિધવા મહિલાઓને દર મહિને 200 રૂપિયા પેન્શન તરીકે મળે છે. સાથે જ ઈન્દિરા ગાંધી અપંગતા પેન્શન સ્કીમ હેઠળ 18 થી 59 વર્ષના દિવ્યાંગોને દર મહિને 200 રૂપિયા પેન્શન મળે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana

એડમિશન: ખાનગી શાળામાં આજથી શાળા પ્રવેશની કાર્યવાહી શરૂ, વધુમાં વધુ ફોર્મ ભરાય તેવી સરકારમાંથી સીધી સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!