કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ, પંચાયતરાજ અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દેશમાં 10 હજાર નવા કૃષક ઉત્પાદક સંગઠન (FPO) બનાવવાની કેન્દ્ર સરકારની યોજના હેઠળ પાંચ રાજ્યોમાં મધમાખી પાલકો-મધ સંગ્રહકોના પાંચ એફપીઓના ગઠનનું શુભારંભ કર્યું છે. તોમરે કહ્યું કે, મધમાખી પાલન કાર્ટ નાના ખેડૂતોની આવકને વધારવામાં મોટું મદદગાર સાબિત થઈ શકે છે. જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. તમે હની હાઉસ અને હની પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરી શકો છો.
સરકારે આપ્યા હતા 500 કરોડ રૂપિયા
કેન્દ્ર સરકારની કોશિશ છે કે, આગામી સમયમાં આ મીઠી ક્રાંતિ ન માત્ર સફળ થાય, પરંતુ આ લક્ષ્ય સુધી પહોંચે કે, દુનિયામાં મધની ર્દષ્ટિથી ભારત મુખ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે. તે માટે 500 કરોડ રૂપિયાનું ફંડ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પેકેજના રૂપમાં આપવામાં આવ્યું છે. તો અનેક રાજ્ય યોજનાઓના માધ્યમથી મધમાખી પાલકોને નિરંતર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.

ભારત વિશ્વના 5 સૌથી મોટા મધ ઉત્પાદન દેશમાં સામેલ
ભારત વિશ્વના પાંચ સૌથી મોટા મધ ઉત્પાદક દેશમાં સામેલ થઈ ગયુ છે. દેશમાં મધનું ઉત્પાદન 2005-06 ની સરખામણીમાં 242 ટકા વધ્યું છે.
સરકાર કરે છે મદદ
જો તમે હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા માગો છો તો ખાદી ગ્રામોદ્યોગ ઉદ્યોગ (KVIC) તમારી મદદ કરશે. KVIC તરફથી તમને 65 ટકા લોન મળી જશે અને તમને 25 ટકા સુધીની સબ્સિડી પણ મળશે. એટલે તમને માત્ર પ્રોજેક્ટના 10 ટકા પૈસા લગાવવાના રહેશે.
16 લાખ રૂપિયાની લોન મળશે
KYC ના મત પ્રમાણે, જો તમે 20 હજાર કિલોગ્રામ વર્ષના મધ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ લગાવો છો તો આ પર લગભગ 24.50 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. આ પર તમને લગભગ 16 લાખ રૂપિયાની લોન મળશે. જ્યારે માર્જિન મનીના રૂપમાં 6.15 લાખ રૂપિયા મળશે અને તમને પોતાના તરફથી માત્ર લગભગ 2.35 લાખ રૂપિયા લગાવાવાના હશે.
આટલી હશે કમાણી?
જો વર્ષના 20 હજાર કિલોગ્રામ મધનું ઉત્પાદન કરે છે, જેની કિંમત 250 રૂપિયા પ્રતિ કિલો છે. તેમાં 4 ટકા વર્કિંગ લોસને સામેલ કરવામાં આવે તો વર્ષના 48 લાખ રૂપિયાનું વેચાણ થશે. તેમાંથી બધા ખર્ચને જો લગભગ 34.15 લાખ રૂપિયાને ઘટાડી દેવામાં આવે તો તમને વર્ષભરમાં લગભગ 13.85 લાખ રૂપિયાની કમાણી થશે. એટલે તમે દર મહીને 1 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરી શકો છો.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત