GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

અટલજી જન્મજયંતીઃ ભાજપ દ્વારા મોટાપાયે આ રીતે કરવામાં આવશે ઉજવણી, વડાપ્રધાન પણ….

ભારતરત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. કેન્દ્ર સરકાર દ્વારા વાજપેયીની જન્મજયંતીની મોટાપાયે ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના દિબ્રૂગઢમાં સૌથી લાંબા રેલવે અને રોડ બ્રિજનું લોકાર્પણ કરવાના છે. આ સિવાય ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ઠેકઠેકાણે સુશાસન દિવસ તરીકે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીની ઉજવણી થવાની છે.

રાજધાની નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મૃતિ સ્થળ પર વિશેષ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શ્રદ્ધાંજલિ આપી છે. વાજપેયીના આજીવન ઘનિષ્ઠ સાથીદાર રહેલા લાલકૃષ્ણ અડવાણીએ પણ અટલજીને જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. સદૈવ અટલ સ્મારક સ્થળ પર આયોજીત શ્રદ્ધાંજલિ સમારંભમાં પંકજ ઉધાસે ભજન પણ ગયા હતા.

અટલજીની શ્રદ્ધાંજલિ સભામાં તેમના દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય પણ હાજર હતા. આ સિવાય કેન્દ્રીય કેબિનેટના પ્રધાનો પણ સામેલ થયા હતા. આ પહેલા વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કરેલા વીડિયોમાં અટલજીની તસવીરો, તેમની ખાસિયત અને રાજકીય જીવનની વાતને રજૂ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં પણ યોગી આદિત્યનાથની સરકાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાઈક, નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહીતના અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા છે. મહત્વપૂર્ણ છે કે લખનૌ અટલ બિહારી વાજપેયીનો સંસદીય મતવિસ્તાર પણ હતું.

વાજપેયીની જન્મજયંતીના એક દિવસ પહેલા ભારત સરકાર દ્વારા ભારતરત્ન અટલજીના સમ્માનમાં એકસો રૂપિયાનો સ્મારક સિક્કો પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિક્કાનું વજન 35 ગ્રામ છે અને તેના ઉપર અટલ બિહારી વાજપેયીની તસવીર પણ છે. આ સિક્કા પર અંગ્રેજી અને હિંદીમાં વાજપેયીનું નામ, જન્મતારીખ અને તેમની પુણ્યતિથિનો દિવસ પણ અંકિત કરવામાં આવ્યા છે. સિક્કાની પાછળ અશોકસ્તંભ પર સિંહ ચતુર્ભૂજની સાથે સત્યમેવ જયતે પણ અંકિત કરવામાં આવ્યું છે.

Read Also

Related posts

દાઝ્યા પછીનું ડહાપણ, નિર્દોષોની જિંદગી હોમાયા પછી વહીટીતંત્રે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સુરતમાં કોરોનાની વણથંભી રફ્તાર: દરરોજ 200 કેસનો સિલસિલો યથાવત, આ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર

Bansari

એશિયામાં યુદ્ધને ઉશ્કેરતા ચીને દિલ્હીને બેઇજિંગથી મારવા માટે પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!