GSTV

ખાનગી ટ્રેન : એક હજાર કરોડ રૂપિયા સરકાર ડિપોઝિટ પેટે વસૂલ કરશે, 151 ટ્રેન દોડશે

દેશમાં ખાનગી ટ્રેન શરૂ કરવાના સરકારના નિર્ણય સાથે હવે એવી જાણકારી મળી હતી કે સરકાર ખાનગી ટ્રેન કંપનીઓ પાસે ટ્રેન અને ઉતારુઓની સુરક્ષાના મુદ્દે એક હજાર કરોડ રૂપિયા ડિપોઝિટ પેટે વસૂલ કરશે. ઉપરાંત સરકારી અધિકારીઓ ટ્રેનનું ચેકિંગ કરી લે ત્યારપછી જ ટ્રેન સ્ટેશન છોડી શકશે.

રાષ્ટ્રીય નીતિ પંચ અને રેલવે મંત્ર્યાલયના અધિકારીઓએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એપ્રેઇઝલ કમિટિ સાથે બેઠક યોજી હતી અને આ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરી હતી. સરકાર 151 ખાનગી ટ્રેન દોડાવવાની યોજના ઘડી ચૂકી હતી. જો કે હાલ રેલવે સરકારી વિભાગ ગણાય છે અને રેલવેનું ખાનગીકરણ થાય એ સામે રેલવેના લાખ્ખો કર્મચારીઓ નારાજ છે કારણ કે ખાનગી કંપનીમાં દરેક વ્યક્તિએ પોતાની ફરજનો જવાબ આપવો પડે. સરકારી ખાતાઓમાં એવું બંધન રહ્યું નથી. યુનિયનોના જોરે કર્મચારીઓ મનસ્વી રીતે વર્તતા હોય છે.

રાષ્ટ્રીય નીતિ પંચ, રેલવે મંત્ર્યાલય અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એપ્રેઇઝલ કમિટિની બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે જે ખાનગી કંપની ટ્રેનો દોડાવે તેણે રેલવે પ્રોજેક્ટમાં ખર્ચેલી કુલ રકમના ત્રણ ટકા જેટલી રકમ સિક્યોરિટી ડિપેાઝિટ રૂપે જમા કરાવવાની રહેશે.

જો કે નીતિ પંચને એવું લાગ્યું હતું કે આટલો મોટો પ્રોજેક્ટ હાથમાં લેનારી કંપનીઓ પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ લેવાની કશી જરૂર નથી. જે બાર ક્લસ્ટરમાં ખાનગી ટ્રેનેા દોડવાની છે એને માટે કંપનીઓએ 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે એટલે એમની પાસેથી ડિપોઝિટ ન લઇએ તો ચાલે.

એની સામે એવી દલીલ રજૂ થઇ હતી કે કોઇ કંપની સંતોષકારક સેવા ન આપી શકે અને પોતાની આર્થિક જવાબદારી ઊંચકી ન શકે તો સરકાર પાસે કોઇક આર્થિક વિકલ્પ હોવો જોઇએ જેથી સંબંધિત વિસ્તારની ટ્રેનો અટકી ન પડે.

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!