GSTV

હવે ટ્રેન ટિકિટ દલાલોની મનમાની નહિ ચાલે, રેલવે એક્ટમાં થઇ રહ્યો છે આ મોટો બદલાવ

રેલવે

રેલવે એક્ટ (Railway Act)ના જુના-નબડા નિયમો અને કાયદાઓનો ફાયદો ઉઠાવીને બચી જનારા લોકો માટે ખરાબ સમાચાર છે. ટુંક સમયમાં રેલવે એક્ટમાં સુધારા થવાના છે. આ સુધારા માટેની દરખાસ્ત મોકલી દેવાઈ છે અને આવતા મહિને આ દરખાસ્ત પાસ થવાની સંભાવના છે.રેલવે એક્ટમાં સુધારા માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવની પુષ્ટિ કરતાં RPF ડીજી અરુણ કુમારે જણાવ્યું હતું કે, રેલવે એક્ટમાં સુધારા માટેની દરખાસ્ત મોકલી દેવામાં આવી છે અને આ દરખઆસ્ત ખૂબ જ ટૂંક સમયમાં પસાર કરવામાં આવશે. આ દરખાસ્તમાં દંડની રકમ વધારવાની સાથે સાથે સજાને કડક કરવાની વાત પણ મોકલી દેવામાં આવી છે. ડી.જી.કુમારે મુંબઈમાં મીડિયા સાથેના વાતચીતમાં આમ જણાવ્યું હતું.

દંડ અથવા સજા ભોગવી છૂટી જાય છે દલાલ

આરપીએફ દ્વારા હાલમાં ઇ-ટિકિટ કૌભાંડ વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ મોટી કાર્યવાહીઓમાં અત્યાર સુધીમાં 79 દલાલોને પકડી પડાયા છે, પરંતુ રેલ્વે કાયદાની જોગવાઈઓ નબળી હોવાને કારણે તેઓ ઓછા દંડ અથવા સજા ભોગવીને છુટી જાય છે અને ફરી તેવા કામ કરવા લાગે છે.

આ એક્ટમાં કડકાઈ સાથે જલ્દીથી સુધારો થશે

મુંબઈ અને ગુજરાતમાં ઇ-ટિકિટ રેકેટ ચલાવનારાઓ સામે થયેલી મોટી કાર્યવાહી બાદ જ્યારે ડીજી અરુણ કુમારને રેલ્વેના કાયદા નબળા હોવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, આ એક્ટમાં કડકાઈ સાથે જલ્દીથી સુધારો થશે. મુંબઇ અને ગુજરાતમાં આ કાર્યવાહીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મોટા માસ્ટરમાઈન્ડ છે અને દુબઈમાં બેઠેલા આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હામિદ અશરફના સાથી પણ. આ આરોપીઓ પાસેથી આરપીએફે લગભગ 30 કરોડ રૂપિયાની જૂની ટિકિટ અને રૂપિયા 8 કરોડની નવી ટિકિટ મળી આવી છે.

દર વર્ષે 55 હજાર કરોડની રેલ્વે ટિકિટો બુક થાય છે

પત્રકારો સાથે વાત કરતા કુમારે જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ 55,000 કરોડ રેલ્વે ટિકિટ બુક કરવામાં આવે છે અને તેમાંથી 75 ટકા ઓનલાઈન ટિકિટનું બુકિંગ થાય છે, જ્યારે બાકીની ટિકિટોનું પીઆરએસ દ્વારા બુકિંગ થાય છે. RPFએ જે રેકેટ્સ વિરૂદ્ધ અત્યાર સુધીમાં કાર્યવાહી કરી છે, તેઓ ખાસ કરીને ANMS અને MAC સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા અને તેમની મોટી લીંક હતી. ANMS દ્વારા દલાલો આશરે 80 ટકા ટિકિટ બુક કરી રહ્યા છે અને ANMSના સંપૂર્ણ બજાર પર કબ્જો છે.

Read Also

Related posts

પીએમ મોદીએ ભલે લાઈટો બંધ કરવાનું કહ્યું પણ તમે ના કરતા આ ભૂલો, નહીં તો થશે મોટુ નુક્સાન

Bansari

લોકડાઉનમાં ભૂખ્યાને વારે આવ્યો જેતપુરનો સિંધી સમાજ, દરરોજ આટલા ગરીબોની ઠારે છે આંતરડી

Ankita Trada

દાહોદના રેબારી ગામમાં બે બાળ દિપડા પાંજરે પૂરાયા, ગ્રામજનોએ લીધો રાહતોનો શ્વાસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!