GSTV

મોદી સરકારની મોટી જાહેરાત/ 60 લાખ લોકોને આપશે રોજગાર, કોરોનાકાળમાં નોકરી ખોઈ ચુકેલા લોકોને ફરી વાર રોજગાર આપવા કરશે આ કામ

કોરોનાકાળમાં માર્ચથી સપ્ટેમ્બર સુધી 7 મહિના દરમિયાન અસંગઠિત ક્ષેત્રના 40 લાખ લોકોને પોતાની નોકરી ખોવાનો વારો આવ્યો છે. શુક્રવારે ઈપીએફઓ તરફથી જાહેર કરવામાં આવેલા પેરોલ ડેટા મુજબ આ 7 મહિનામાં લગભગ 39 લાખ કર્મચારીઓએ એ કંપનીઓને છોડી દીધી છે. જે પીએફમાં યોગદાન કરતી હતી. ત્યારે હવે સરકારે આ લોકોને નોકરીઓ આપવા માટે કંપનીઓને પ્રોત્સાહિત કરવા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના અંતર્ગત સરકાર ઓક્ટોબર 2020થી લઈને જૂન 2021 સુધી આ કર્મચારીઓની નિમણૂંક આપનારી કંપનીઓને સરકાર ઈપીએફ યોગદાનમાં સમગ્રપણે સબ્સિડી આપી સહાય કરશે.

સરકારે નક્કી કર્યો રોજગાર આપવાનો લક્ષ્યાંક

નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 નવેમ્બરના રોજ આ સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી તે કંપનીઓને પીએફ યોગદાનમાં સબ્સિડી આપવશે, જે માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન નોકરી ગયેલા લોકોને રોજગાર આપશે. નાણામંત્રીએ કહ્યુ હતુ કે, આ યોજના અંતર્ગત સરકાર કર્મચારીઓના હિસ્સાનો 12 ટકા અને કંપનીઓના હિસ્સાનો 12 ટકા રકમ જમા કરશે. સરકારે આ યોજના અંતર્ગત જૂન 2021 સુધી 50થી 60 લાખ લોકોને રોજગાર આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

એટલુ જ નહીં આ યોજના અંતર્ગત 1 ઓક્ટોબર, 2020થી 30 જૂન 2021 સુધી આ યોજના સાથે જોડાયેલા લોકોને આગામી બે વર્ષ સુધી તેનો લાભ મળશે. યોજના અંતર્ગત 50 કર્મચારીઓથી ઓછી સંખ્યાવાળી કંપનીઓને ઓછામાં ઓછા બે નવા કર્મચારીઓને રાખવા પડશે. ત્યારે જ તેમને આ યોજનાનો લાભ મળશે. અને સબ્સિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત 50થી વધારે સંખ્યાવાળી કંપનીઓને ઓછામાં ઓછા 5 નવા કર્મચારીઓને રોજગાર આપવાની રહેશે.

સપ્ટેમ્બરથી EPFOમાં જોડાયા 14.9 લાખ લોકો

જો કે, બેરોજગારીએ માજા મુકી હોવા છતાં પણ એક સારા સમાચાર એ છે કે, આ સમય દરમિયાન ઈપીએફઓમાં રેકોર્ડ 14.9 લાખ લોકો જોડાયા છે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં આ આંકડો 8.8 લાખનો હતો. જે સંકેત આપે છે કે, જોબ માર્કેટમાં પહેલા કરતા સ્થિતીમાં સુધારો થઈ રહ્યો છે. માર્ચમાં એમ્પ્લોયીઝ પ્રોવિડેંટ ફેંડ ઓર્ગેનાઈઝેનશથી 5.72 લાખ લોકો જોડાયા હતા. આમ આ રીતે જો આપણે માર્ચની સરખામણી કરીએ તો, નવી નોકરીઓના આંકડામાં ત્રણ ગણા સુધીનો વધારો થયો છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોનાનો આંકડો/ છેલ્લા 24 કલાકમાં આવ્યા 41,810 નવા કેસ, 496 લોકોના થયા મોત

Pravin Makwana

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!