GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોના પોઝિટિવ થયા તો સરકાર ઉઠાવશે પૂર્ણ ખર્ચ, આ દેશમાં ટૂરિસ્ટોને મળી રહી છે ઓફર

કોરોના વાયરસના ખતરાને જોતા ઘણા દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. બધા જ દેશની અર્થવ્યવસ્થા પર તેની ખરાબ અસર પડી રહી છે. જેથી તેને હવે ધીરે-ધીરે પાટા પર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ કડીમાં ઘણા દેશમાં જ્યાં ધીરે-ધીરે લોકડાઉન હટાવવામાં આવી રહ્યુ છે. ત્યાં ટૂરિસ્ટને લલચાવવા માટે વિશેષ ઓફરની જાહેરાત કરવામાં આવી રહી છે.

પર્યટક સુરક્ષિત મહેસુસ કરે અને મહામારીથી ડરે નહી

યૂરોપિયન દેશ સાઈપ્રસે તેની શરૂઆત પણ કરી દીધી છે. ટૂરિજ્મ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સાઈપ્રસને સહેલાણીઓ માટે એક વિશેષ ઓફર આપવાની શરૂઆત કરી દીધી છે. સરકારનુ કહેવુ છે કે, જો તેના દેશમાં કોઈ ટૂરિસ્ટ કોરોના પોઝિટિવ મળી આવશે તો, તેને બધો ખર્ચો સરકાર ઉઠાવશે. આ દરમિયાન કોરોન દર્દીના અવર-જવરનુ ભાડુ, હોટલમાં રહેવાનુ બિલ અને દવા સહિત ખાવા-પીવાની સુવિધાની જવાબદારી ઉઠાવશે. સાઈપ્રસે વિદેશ મંત્રાલયને કહ્યુ કે, તેઓ ઈચ્છે છે કે, તેમના દેશમાં પર્યટક સુરક્ષિત મહેસુસ કરે અને મહામારીથી ડરે નહી. એક રીપોર્ટ પ્રમાણે, સાઈપ્રસની કુલ અર્થવ્યવસ્થાનો 15 ટકા ભાગ ટૂરિજ્મ સેક્ટરથી આવે છે.

1 હજારથી પણ ઓછા કોરોના પોઝિટિવ લોકો હતા

હાલમાં જ જાહેર કરવામા આવેલ રિપોર્ટમાં સાઈપ્રસ સરકારે દાવો કર્યો છે કે, તેમના દેશમાં કોરોના વાયરસનો અત્યાર સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. આ પહેલા દેશમાં 1 હજારથી પણ ઓછા કોરોના પોઝિટિવ લોકો હતા. જેમાંથી 17 લોકોની મોત પણ થઈ ગઈ હતી. સાઈપ્રસ બાદ ઘણા દેશમાં ટૂરિજ્મથી ધીરે-ધીરે પાબંદિયો હટાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!