GSTV
Home » News » મોદી સરકાર આ યોજના હેઠળ હવે ખેડૂતોનાં ખાતામાં મોકલશે રકમ, આગામી 4 મહિનામાં થઈ શકે છે લાગુ

મોદી સરકાર આ યોજના હેઠળ હવે ખેડૂતોનાં ખાતામાં મોકલશે રકમ, આગામી 4 મહિનામાં થઈ શકે છે લાગુ

કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે જલ્દી જ એક જાહેરાત કરી શકે છે. માહિતી પ્રમાણે, LPG સબસીડી હેઠળ ફર્ટિલાઈજર સેક્ટરમાં પણ સબસીડી મોડલ લાગુ કરવાની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફર્ટિલાઈજર સેક્ટરમાં પણ ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર મોડલ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

સરકારે આગામી 4 મહીનાઓ માટે ફર્ટીલાઈજર સબસીડીની રકમને ખેડૂતોના ખાતામાં પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરી લીધો છે. ખરેખર તો, પ્રધાનમંત્રી કિસાન યોજનાનું વર્ષ પૂર્ણ થવા પર તકનીકી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે, તેથી જ સરકાર ટૂંક સમયમાં તેનો અમલ કરવા માંગે છે. છેલ્લા વર્ષે સરકારે ખાતરની સબસીડી હેઠળ લગભગ 74 હજાર કરોડ રૂપીયાની જાહેરાત કરી હતી. હવે સબસીડીની રકમ ફર્ટિલાઈજર મેન્યુફેક્ચર્સને આપવામાં આવે છે.

4 મહીનામાં અમલમાં આવશે નવી સ્કીમ

ફર્ટિલાઈજર સેક્ટરમાં સીધા લાભ સ્થાણાંતરનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. ખાતરની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવાની તૈયારીઓ છે. આગામી 4-5 મહિનામાં ડીબીટી યોજના શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભારે સબસિડી લેણાં સાથે સંઘર્ષ કરી રહેલી ખાતર કંપનીઓને પણ લાભ મળશે.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આંકડાઓનો થશે વપરાશ

ખાતર મંત્રાલય ડીબીટીને સ્થળાંતર કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આંકડાઓનો ઉપયોગ કરશે. કિસાન યોજનામાં ખેડુતોની જમીનની સાથે, બેંકની વિગતો પણ સરકાર પાસે ઉપલબ્ધ છે. ખાતર કૃષિ મંત્રાલયએ કૃષિ મંત્રાલયના સહયોગથી આ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ખાતર સબસિડી માટે પીએમ કિસાનની શરતો ઉપયોગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટૂંક સમયમાં ડીબીટી શરૂ કરવા માટે આદેશ આપ્યો છે. પ્રતિ હેકટર દીઠ વપરાશની માત્રા વૈજ્ઞાનિક આધારે નક્કી કરવામાં આવશે. હાલમાં ખેડુતો પ્રતિ હેક્ટર દીઠ બે ગણું ખાતરનો ઉપયોગ કરે છે. જેથી ડીબીટીથી સબસીડીમાં 20-30 ટકાની બચત થઈ શકે છે.

READ ALSO

Related posts

મોહમ્મદ ગૌરીએ પણ ચલણમાં બહાર પાડ્યો હતો માં લક્ષ્મીની તસવીર વાળો સિક્કો, શું હતું કારણ?

NIsha Patel

‘છપાક’: દીપિકાને ‘લક્ષ્મી’ બનવા માટે કરવી પડી આટલી મહેનત, જોવા જેવો છે આ મેકિંગ વીડિયો

Bansari

સાવરકરનું અપમાન કરનારાઓને બે દિવસ અંદમાન સેલ્યુલર જેલમાં રહેવા દો : શિવસેના કોંગ્રેસ વચ્ચે તણખા ઝર્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!