સરકારને હાઈ-વે અને મેટ્રો કાઢી લેવી છે પણ ખેડૂતોને વળતરના નામે શું મળી રહ્યું છે

વડોદરાના ડભાસા ગામના ખેડૂતોએ ડભાસા ગ્રામ પંચાયત બહાર વિરોધ નોંધાવ્યો હતો. બોરસદના નેશનલ હાઇ-વે નંબર 148ને લઇને જમીન સંપાદનનો મુદ્દો ખેડૂતોએ ઉઠાવ્યો હતો. સાથો સાથ બુલેટ ટ્રેનમાં ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે તેમાં પણ યોગ્ય વળતર ચૂકવવા અંગેની માંગણી લઇને વિરોધ કર્યો હતો. જો ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. અને તારીખ 8 ના રોજ પાદરા ખાતે યોજાનાર સુનાવણીમાં વિવિધ મુદ્દા સહિત જાહેરનામું રદ કરવાની માગણી કરવામાં આવશે. તેવી મિટિંગમાં ચર્ચા કરાઇ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter