GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સરકારે ESI ફાળો 6.5 ટકા ઘટાડીને 4 ટકા કર્યો, 3 કરોડ કરતા વધુ કર્મચારીઓને થશે લાભ

સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે સ્ટેટ એમ્પ્લોયી વીમા (ઇએસઆઈ) યોજનાના દર 6.5% થી ધટાડીને 4% કરવાની જાહેરાત કરી છે. તેમાં એમ્પ્લોયરનું યોગદાન 4.75% થી ઘટાડીને 3.25% કરવામાં અને કર્મચારીનું યોગદાન 1.75% થી ઘટાડીને 0.75% કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

5000 કરોડની બચતનો અંદાજ

કેન્દ્રીય સરકારના આ નિર્ણયથી કંપનીઓને આશરે પાંચ હજાર કરોડ રૂપિયાની બચત થવાની અપેક્ષા છે. આનાથી 3.6 મિલિયન કર્મચારીઓ અને 12.85 લાખ નોકરીદાતાઓને ફાયદો થશે. આવતા 1 જુલાઇથી દરો લાગુ થશે.

મંત્રાલયનું કહેવું છે કે ફાળો ઘટાડાનો દર કામદારોને ભારે રાહત આપશે. આ ઉપરાંત, આ પગલું વધુ કર્મચારીઓને ઇ.એસ.આઈ. યોજનામાં લાવવા માટે મદદ કરશે. તે સિવાય ઔપચારિક ક્ષેત્ર હેઠળ વધુ શ્રમ દળ મેળવવાનું વધુ સરળ બની શકે છે.

કંપનીઓ પર નાણાકીય બોજ ઘટશે

બીજી તરફ, નોકરીદાતાના હીસ્સામાં ફાળો ઘટાડવાથી કંપનીઓને ફાયદો થશે. કંપનીઓ પર નાણાકીય બોજ ઘટશે, જેનાથી તેમની વ્યવહારિકતામાં સુધારો થશે. આ વ્યવસાય કરવાની સરળતામાં વધારો કરશે. ઉપરાંત, ઇએસઆઈ ફાળાના દરમાં ઘટાડો થવાથી કાયદાને યોગ્ય રીતે પાલન કરાવવામાં સક્ષમ બનશે.

જણાવી દઈએ કે કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ, 1948 હેઠળ વીમાકૃત વ્યક્તિઓ તબીબી, રોકડ, પ્રસૂતિ, અપંગતા અને નિર્ભરતાના ફાયદા મળે છે. ઇએસઆઈ કર્મચારીનું સંચાલન રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી) દ્વારા કરવામાં આવે છે. ઇ.એસ.આઈ. કાયદા હેઠળ ઉપલબ્ધ લાભો એમ્પ્લોયરો અને કર્મચારીઓ દ્વારા કરાયેલા ફાળો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

READ ALSO

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

જન્માષ્ટમી: મથુરામાં જન્મ લેવાની તૈયારીમાં છે ભગવાન કૃષ્ણ, ભક્તો કરી શકશે ઓનલાઈન દર્શન

Pravin Makwana

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!