GSTV

બેથી વધારે બાળકો હોય તો JOB પણ નહીં મળે અને ચૂંટણી પણ નહીં લડી શકો

JOB

Last Updated on March 7, 2020 by Mayur

ઉત્તર પ્રદેશમાં બેથી વધુ બાળકો થશે તો પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે. સરકારી નોકરી (JOB) પણ ગુમાવવી પડી શકે છે. સરકારી યોજનાઓનો લાભ આપવામાં એ જ દંપતિને પ્રાથમિક્તા અપાશે, જેમના બે અથવા ઓછા સંતાન હશે. યોગી સરકારની સૂચિત વસતી નીતિમાંથી આવા સંકેત મળી રહ્યા છે.

કઈ કઈ જગ્યાએ લાગુ પડશે ?

યોગી સરકારની સૂચિત વસતી નીતિને સરકારી નોકરીઓ (JOB) સાથે જોડવા પર વિચારણા ચાલી રહી છે. આ નીતિ ભરતીથી લઈને પ્રમોશનની બાબતમાં પણ લાગુ થઈ શકે છે. યોગી સરકાર આ વર્ષે યોજાનારી પંચાયત ચૂંટણીઓ અને ત્યાર પછી સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં જ નવી વસતી નીતિ બનાવી દે તેવી સંભાવનાઓ છે. સૂચિત નીતિનો સૌથી પહેલો અમલ પંચાયતી ચૂંટણીમાં થઈ શકે છે. સરકારે વર્ષ 2025 સુધીમાં સકલ પ્રજનન દર 2.1 સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધી શહેરી વસતીમાં સકલ પ્રજનન દર 2.1 છે. જોકે, આ દર શહેરી લોકોની જાગૃતિના કારણે થયો છે.

ગામડાં પર સરકારનું સૌથી વધારે ફોક્સ

પરંતુ ગ્રામીણ વસતીમાં આ દર 3 સુધી પહોંચી ગયો છે. એવામાં સરકારનું ફોકસ ગ્રામીણ વસતી પર વધુ રહેશે. કેટલાક અહેવાલ મુજબ વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશની વસતી 22 કરોડથી વધુ છે. પ્રદેશની વસતીમાં દર 10 વર્ષે 20 ટકાનો વધારો થઈ રહ્યો છે.પરિવાર કલ્યાણના મહાનિદેશક ડો. બદ્રી વિશાલે કહ્યું કે હાલ રાજસૃથાન અને મધ્ય પ્રદેશની વસતી નીતિનો સરકાર અભ્યાસ કરી રહી છે. સૂચિત વસતી નીતિમાં સરકાર નસબંધીના ઓપરેશન પર ભાર નહીં મૂકે. પરંતુ બે બાળકોવાળા દંપતિઓને પ્રોત્સાહિત કરવાની દિશામાં કામ કરશે.

યોગી સરકાર પ્રજનન દર 2.1ના સ્તરે લાવવા મક્કમ

તેમણે કહ્યું કે વસતી નીતિને સરકાર હેઠળની બધી જ સેવાઓ પર લાગુ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. હાલ વિધાનસભા સત્રમાં પણ ચિકિત્સા સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ મંત્રી જય પ્રતાપ સિંહે અન્ય રાજ્યોની જેમ વસતી નીતિ બનાવવાનું કહ્યું હતું. તેમણે વસતી નિયંત્રણ અંગે ચલાવાઈ રહેલા કાર્યક્રમોની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્ય પંચાયત ચૂંટણી અને સરકારી નોકરીને વસતી નિયંત્રણના ઉપાયો સાથે જોડી રહ્યા છે. ઉત્તર પ્રદેશનો સકલ પ્રજનન દર 2015-16 મુજબ 2.7 છે, તેને 2.1ના સ્તરે લાવવાનો છે.

READ ALSO

Related posts

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!